• Gujarati News
  • શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું

શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .રાજકોટ
લોકસભાની ચૂંટણીના મતદાનના આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા શાંત અને નર્ભિિ‌ક વાતાવરણમાં સંપન્ન થાય એ માટે તમામ મતદાન મથક ઉપર સજ્જડ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. બંદોબસ્ત માટે પોલીસ ઉપરાંત અર્ધ લશ્કરી દળની ચાર કંપનીની મદદ લેવામાં આવી છે. બુધવારે મતદાન હોવાથી મંગળવારે સવારથી જ તમામ મતદાન મથક અર્ધ લશ્કરી દળના જવાવોના હવાલે થઇ જશે. બંદોબસ્તની રૂપરેખા નક્કી કરવા કમિશનર મોહન ઝા અને સંયુકત પોલીસ કમિશનર ડો.કે.એલ.એન.રાવે અર્ધલશ્કરી દળના અધિકારીઓ સાથે બેઠક યોજીને મહત્ત્વની ચર્ચા
કરી હતી. તેમજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક વિસ્તારમાં અર્ધલશ્કરીદળના
જવાનોએ ફલેગ માર્ચ કરી હતી. લોકશાહીના પર્વમાં શહેરીજનોને શાંતિપૂર્ણ મતદાન કરવા કમિશનરે
અપીલ કરી હતી.