• Gujarati News
  • બુધવારે મતદાન છતાં, છબરડાં યથાવત

બુધવારે મતદાન છતાં, છબરડાં યથાવત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલી કલાકો બાકી રહી છે ત્યારે મતદાર કાપલીઓનું ગોકળગાયની ગતિએ સરકારીતંત્ર વિતરણ કરી રહ્યાની બૂમ પણ મતદારોમાં ઉઠવા પામી છે. મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે તંત્ર દ્વારા માથાભારે અને અશાંતિ ફેલાવે તેવા તત્ત્વોની અટકાયત કરવાનો દોર જારી રખાયો છે.
ધોરાજી પોલીસે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ
જેતપુરના ડીવાય.એસ.પી. વી.આર. કોરડિયા, ધોરાજીના પી.આઇ.પી.વી.ગોહિ‌લ,પી.એસ.આઇ. પી.વી.ગઢવી, આર.એચ.ઝાલા સહિ‌તના સ્ટાફે પ૨૪ જેટલા શખ્સોની અટકાયત કરી જામીનમુક્ત ક્ર્યા હતા. ચૂંટણીને અનુલક્ષી પોલીસતંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત એસ.આર.પી. જવાનો, પેરામિલિટરી ફો‌ર્સના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. બુધવારે મતદાન પૂર્વે મોરબી, વાંકાનેર,ઉપલેટા, ધોરાજી,માલિયા મિયાણા સહિ‌તના અનેક ગામોમાં સરકારી તંત્ર દ્વારા અટકાયતી પગલા સહિ‌તના કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે. મતદારાને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આદર્શ મતદાન મથકો પણ ઉભા કરવામાં આવ્યા છે. વયસ્ક મતદારોને મતદાનમાં અગ્રતા આપવામાં આવ છે.