• Gujarati News
  • થાણેમાં શિવસેના, રાષ્ટ્રવાદી, મનસે એક થયા

થાણેમાં શિવસેના, રાષ્ટ્રવાદી, મનસે એક થયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . મુંબઈ
લોકસભા ચૂંટણી માટે ગુરુવાર સુધી એકમેકના વિરોધમાં ગળું ફાડીને બોલનારા શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને મનસેના નેતાઓ થાણે મહાપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષપદ માટે મહાયુતિ બનાવી એકબીજા સાથે ખભેખભા મિલાવ્યા હતા. મહાપાલિકાની તિજોરી કહેવાય એવા સમિતિના અધ્યક્ષપદે મનસેના સુધાકર ચવ્હાણની બિનવિરોધ નિમણૂક થઈ હતી. અધ્યક્ષપદે ચવ્હાણની નિયુક્તિ માટે શિવસેનાના નરેશ મ્હસ્કે અને રાષ્ટ્રવાદીના વિરોધ પક્ષ નેતા હનમંત જગદાળેએ અનુમોદન આપ્યું હતું.
થાણે મહાપાલિકામાં શિવસેના-ભાજપ યુતિ અને કોંગ્રેસ, રાષ્ટ્રવાદી, મનસેનું સંખ્યાબળ સમાન હોવાથી સ્થાયી સમિતિના સભ્યોની સંખ્યા સરખી છે. એથી લોટરી પદ્ધતિથી અધ્યક્ષની નિમણૂક થતી હોવાથી છેલ્લાં બે વર્ષથી રાજકીય સંઘર્ષ થતો હતો.