• Gujarati News
  • શ્રમયોગીઓને વિવિધ ૃચ્ ’યોજનાનો લાભ ૃચ્ ’આપવા બો‌ર્ડ‌નો નિર્ણય

શ્રમયોગીઓને વિવિધ ૃચ્/’યોજનાનો લાભ ૃચ્/’આપવા બો‌ર્ડ‌નો નિર્ણય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
બાંધકામ શ્રમયોગી કલ્યાણ બો‌ર્ડ‌ ગાંધીનગરની એક બેઠક તાજેતરમાં ભારતીય મઝદૂર સંઘના પૂર્વ અધ્યક્ષ હસુભાઇ દવે, રાજકોટ જિલ્લા પ્રમુખ સહદેવસિંહ, મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી તથા રાજ્યના અન્ય બો‌ર્ડ‌ સદસ્યોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાઇ હતી જેમાં બાંધકામ ક્ષેત્રનાએ શ્રમયોગી કે જેઓ પાસે ત્રણ માસ કામ કર્યાનું પ્રમાણપત્ર છે તેઓને સરકારના અન્ય વિભાગોની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા નિર્ણય લેવાયો છે. આ માટે બાંધકામ શ્રમિકે કોઇ કાર્યવાહી કરવાની નહીં રહે. એક વખત બાંધકામ શ્રમિક તરીકે તેની નોંધણી થતાં તે નોંધણીને જ પુરાવો ગણી યોજનાઓના લાભ અપાશે જે આજ દિવસ સુધી અપાતા ન હોતા. બાંધકામ શ્રમિક નોંધણી ફીની રકમ એક સાથે પાંચ વર્ષની નોંધણી અધિકારીને રોકડથી કે ચલણથી ભરી શકશે. આ નોંધણી બાદ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ પણ મળશે. બો‌ર્ડ‌ દ્વારા કા‌ર્ડ‌ આપવું, મૃત્યુ સહાય તેમજ પ્રસૂતિ સહાય વધારો કરવો સહિ‌તના લાભ આપવા સહિ‌તના નિર્ણયો લેવાયા હતા આ નિર્ણયોને નાણાં વિભાગ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી હોવાનું હસુભાઇ દવેએ જણાવ્યું હતું.