• Gujarati News
  • બાબા રામદેવનાૃચ્ ’કાર્યક્રમો સામેૃચ્ ’લખનઉમાં પ્રતિબંધ

બાબા રામદેવનાૃચ્/’કાર્યક્રમો સામેૃચ્/’લખનઉમાં પ્રતિબંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ. લખનઉ
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિવાદાસ્પદ હનીમૂન’ની ટિપ્પણીઓ કરીને યોગગુરુ બાબા રામદેવ ફસાઇ ગયા છે. સત્તાવાળાઓએ ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ((૧૬મી મે સુધી)) લખનઉમાં બાબા રામદેવના કાર્યક્રમો સામે પ્રતિબંધ લાદી દીધો છે.
... અનુસંધાન પાના નં.૮
જ્યારે બીજી બાજુ કોંગ્રેસે બાબા રામદેવની ધરપકડ કરવાની માગણી કરી છે. આ પ્રકરણમાં યોગગુરુની ધરપકડ થવાની સંભાવના છે.
વિવાદાસ્પદ ટિપ્પણીઓ બદલ લખનઉ અને સોનભદ્રમાં રામદેવ સામે એફઆઇઆર નોંધવામાં આવ્યાના એક દિવસ પછી લખનઉમાં તેમના કાર્યક્રમો સામે પ્રતિબંધ લદાયો છે. રામદેવની ટિપ્પણીઓ સામે કોંગ્રેસ અને બસપાએ ભારે વિરોધ કર્યો છે. રામદેવે તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ બદલ પછીથી ખેદ વ્યક્ત કર્યો હોવા છતાં અન્યો તેમની ટિપ્પણીને દલિતવિરોધી’ ગણાવી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે અગાઉ રામદેવ પાસેથી એક સોગંદનામું લીધું હતું. સોગંદનામામાં રામદેવે તેમના સંગઠન દ્વારા યોગ કાર્યક્રમો યોજવા અને કોઇ પણ ધર્મ કે સમુદાયની લાગણી દુભાવનારી કોઇ ટિપ્પણી નહીં કરવાનું જણાવ્યું હતું. ભાજપને સમર્થન આપી રહેલા રામદેવે ૨પમી એપ્રિલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી હનીમૂન અને પિકનિક મનાવવા માટે દલિતોના ઘરોમાં જાય છે.



’ કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું કે રામદેવે આવી ટિપ્પણી કરીને દલિત સમુદાયનું અપમાન કર્યું છે અને આ ગુનાઓ માફ કરી શકાય નહીં.