• Gujarati News
  • પડધરીનો ફરાર અપરાધી ૃચ્ ’લોડેડ પિસ્તોલ સાથે પકડાયો

પડધરીનો ફરાર અપરાધી ૃચ્/’લોડેડ પિસ્તોલ સાથે પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
પડધરી રહેતો અને તાજેતરમાં જ હોટેલ સંચાલકને ધમકી દેવાના ગુનામાં ફરાર નામચીન અપરાધી દીપક પ્રતાપભાઇ ડોડિયાને પોલીસે ભરૂડી નજીકથી શનિવારે મધરાતે લોડેડ પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.
નામચીન ગુનેગાર દીપક ડોડિયા જીજે પ સીઇ પ૦પ૦ નંબરની હોન્ડા આઇકોનમાં ગેરકાયદે શસ્ત્ર સાથે રાજકોટથી જૂનાગઢ તરફ જઇ રહ્યો હોવાની એસઓજીના દાનુભાને બાતમી મળી હતી. જેના આધારે પીઆઇ દેસાઇ,મદદનીશ ધર્મેન્દ્રસિંહ, શિવરાજસિંહ ખાચર અને કરશનભાઇએ ભરૂડી ટોલનાકા નજીક ઉપરોક્ત કારને આંતરી હતી. અંદર બેઠેલા દીપક ડોડિયાની અંગ જડતી લેતાં બે કારતૂસ ચડાવેલી લોડેડ પિસ્તોલ મળી આવી હતી.
દીપક ડોડિયાએ દસ દિવસ પહેલાં સાગરીતો સાથે પડધરી નજીક ન્યારા પેલેસ હોટેલના સંચાલક પ્રકાશભાઇ વિરાભાઇ ડાંગરને દારૂ પીવાના ગ્લાસ મુદ્દે પિસ્તોલ બતાવીને ખૂનની ધમકી આપી હતી. એ ગુનામાં પોલીસને તેની તલાશ હતી. અગાઉ દીપક પર બે હત્યાનો આરોપ હતો. જો કે, તે બન્ને કેસમાં નિર્દોષ છૂટયો હતો.