• Gujarati News
  • અણિયારા પાસે ટ્રિપલ અકસ્માત સર્જા‍યો, એકનું મોત: બે ઘવાયા

અણિયારા પાસે ટ્રિપલ અકસ્માત સર્જા‍યો, એકનું મોત: બે ઘવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
રાજકોટ ભાવનગર હાઇવે પર અણિયારા પાસે રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યે ટ્રિપલ અકસ્માત સર્જા‍તા ક્રેઇનના ક્લીનર પંજાબના યુવાનનું મોત નીપજ્યું હતું જયારે અન્ય બે વ્યકિતને ઇજા થઇ હતી.
પંજાબના ગુરુદાસપુરમાં રહેતો અને ક્રેઇનમાં ક્લીનર તરકી નોકરી કરતો મનદીપસિંગ લખનસિંગ ફોજી ((ઉ.વ.૧૭)) અને જકતારસિંગ અજિતસિંગ ફોજી ((ઉ.વ.૨૮)) ખંભાળિયાથી ક્રેઇન લઇને હલેન્ડા જવા નીકળ્યા હતા. વહેલી સવારે પાંચ વાગ્યે અણિયારા પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રક ધડાકાભેર ક્રેઇન સાથે અથડાઇ હતી. ટ્રકે અકસ્માત સર્જતા તેની પાછળ આવી રહેલા કપાસનો જથ્થો ભરેલા આઇસરના ચાલકે પણ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને આઇસર પણ ક્રેઇન સાથે અથડાયું હતું.
ટ્રિપલ અકસ્માતમાં મનદીપસિંગ અને ટ્રકના ક્લીનર અનિલ ભાવેશભાઇ કુવરિયા ((ઉ.વ.૧૮)) સહિ‌ત ત્રણને ઇજા થતાં ત્રણેયને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ, ગંભીર રીતે ઘવાયેલા મનદીપસિંગનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટ્રિપલ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ દોડી ગઇ હતી અને અકસ્માતગ્રસ્ત ત્રણેય વાહનોને દૂર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હલેન્ડામાં પવનચક્કીનું કામ ચાલતું હોય પંજાબનો યુવાન ક્રેઇન લઇને ત્યાં જવા નીકળ્યો હતો પરંતુ, કાળનો કોળિયો બની ગયો હતો. પોલીસે જકતારસિંગ ફોજીની ફરિયાદ પરથી ટ્રકચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.