• Gujarati News
  • આઇઆઇએમ ઉદયપુર દેશને આપશે ૧૨ ભાવિ બિઝનેસ લીડર

આઇઆઇએમ ઉદયપુર દેશને આપશે ૧૨ ભાવિ બિઝનેસ લીડર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુષ્પેન્દ્રસિંહ સોલંકી .ઉદયપુર
આઇઆઇએમ ઉદયપુર આગામી દશ મહિ‌નામાં દેશને ૧૨ ભાવિ બિઝનેસ લીડર આપશે. તેઓ દેશની વિવિધ કંપનીઓ માટે કન્સલ્ટન્ટના રૂપમાં કામ કરશે. અમેરિકાની ડયૂક યુનિવર્સિ‌ટીના મેનેજમેન્ટ સુપર સ્પેશ્યાલિસ્ટ આ લીડ‌ર્સને તૈયાર કરશે. તે પહેલાં ૧૨ સભ્યોની આ ટીમને આઠ મહિ‌નાની ગહન તાલીમ અને કસોટીમાંથી પસાર થવું પડશે. તે પછી બે મહિ‌ના સુધી તે લીડર અમેરિકાની વિવિધ ખ્યાતનામ કંપનીઓના રિસર્ચ પેપરનો અભ્યાસ કરશે અને કંપનીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોના પરિણામ જોશે. નિદેશક પ્રો.જતન શાહે કહ્યું કે આઇઆઇએમ ઉદયપુર અને ડયૂક યુનિવર્સિ‌ટી દ્વારા સંયુક્તપણે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ તે મેનેજમેન્ટ ઇતિહાસનો આ રીતનો પ્રથમ પ્રયોગ બની રહેશે.