• Gujarati News
  • દુષ્કર્મ અભિનેતા ઈન્દર કુમારના ૩૦ એપ્રિલ સુધી રિમાન્ડ

દુષ્કર્મ અભિનેતા ઈન્દર કુમારના ૩૦ એપ્રિલ સુધી રિમાન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . મુંબઈ
બોલીવૂડના અભિનેતા ઈન્દર કુમાર સરાફની મોડેલ પર દુષ્કર્મ અને મારઝૂડ કરવાના આરોપ હેઠળ ધરપકડ બાદ આજે બાંદરા હોલીડે કો‌ર્ટમાં હાજર કરાતાં ૩૦ એપ્રિલ સુધી રિમાંડ પર લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આરોપીએ ત્રણ દિવસમાં બે વાર મોડેલ સાથે દુષ્કર્મ કર્યું હોવાનું આક્ષેપ છે.
પીડિતોને અભિનેતાએ અંધેરી, યારી રોડ, સાત બંગલો સ્થિત શાંતિનિકેતન ઈમારતમાં પોતાના બે દિવસ પૂર્વે બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા પર બિયરની બોટલ છુટ્ટી ફેંકી હતી. પીડિતાના કહેવા અનુસાર બોલીવૂડની ફિલ્મોમાં લીડ રોલ અપાવવાનું વચન આપી તેણે દુષ્કર્મ પણ કર્યું હતું.ઈન્દર અને એની પત્ની પલ્લવી વચ્ચે સાંજે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પલ્લવીએ પતિના બીજા મહિ‌લા સાથે લગ્નેત્તર સંબંધો હોવાની ફરિયાદ નોંધાવી હતી.