• Gujarati News
  • પાંચ દિવસ પહેલા પંજાબને નરેન્દ્ર મોદીનું પાવર પંચૃચ્ ’

પાંચ દિવસ પહેલા પંજાબને નરેન્દ્ર મોદીનું પાવર પંચૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાનના પાંચ દિવસ પહેલા પાંચ પાણીવાળા આ રાજ્યમાં નરેન્દ્ર મોદીની એક સાથે પાંચ રેલીઓ યોજાઇ. મોદીએ રેલીઓમાં પંજાબના વોટ‌ર્સને અપીલ કરી કે અહીં પંજાનું ખાતું પણ ખુલવું જોઇએ નહીં. તેમણે એવી દલીલ કરી કે કેન્દ્રમાં એનડીએની સરકાર બનવાનો પાયો નાખી દેવામાં આવ્યો છે, બસ પંજાબ એ નક્કી કરે કે દિલ્હીની સરકાર ઇરાદાઓ અને સંખ્યાબળથી પણ મજબૂત હોય.
મોદીની આ રેલીઓ ભટિંડા અને અમૃતસર જેવા એ ક્ષેત્રોમાં પણ યોજાઇ જેમને થોડાક મહિ‌ના પહેલા સુધી અકાલી-ભાજપ ગઠબંધન પોતાની પાકી સીટ માનતું હતું. અહીં મોદીને લાવવાનો સીધો મતલબ એ છે કે બન્ને સીટ પર સ્થિતિ વધુ મજબૂત કરવામાં આવે. અમૃતસરમાં અરુણ જેટલી છેલ્લા ૨૨ દિવસથી ઉપસ્થિત છે. કેપ્ટન અમરિન્દરસિંહ સાથે તેમનો મુકાબલો છે. કેપ્ટન બહુ પડકારી રહ્યા છે પરંતુ વચ્ચે તેમની તબિયત થોડી બગડી ગઇ હતી. અમૃતસરમાં નવ વિધાનસભા સીટ છે. નાયબ મુખ્યપ્રધાન સુખબીર બાદલ તેમાંથી પાંચ વિધાનસભા મતવિસ્તારમાં જેટલીને લીડ અપાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. બાકીની ચાર સીટ પર ભાજપે જોર લગાવવું પડશે. એના માટે પાર્ટીને મોદીની જરૂર મહેસૂસ થઇ. મોદીની ઉપસ્થિતિમાં પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ લોકોને સમજાવે છે કે મોદી સરકાર બનતા જ અરુણ જેટલી મોટા પ્રધાન બનશે. સાથે જ એવું પણ કહે છે કે અમે જેટલીને હાથ જોડીને અહીં લાવ્યા છીએ.
ભટિંડામાં હરસિમરત કૌર બાદલ માટે કોંગ્રેસના ચિ પર ચૂંટણી લડી રહેલા મનપ્રીત બાદલે મુશ્કેલી ઊભી કરી દીધી છે. અહીં મોદીની રેલી તો કોઇ પણ અવરોધ વગર યોજાઇ ગઇ પરંતુ રાહુલ ગાંધીની રેલી માટે ટેન્ટ પણ ઉપલબ્ધ કરાવવાની ના પાડી દેવામાં આવી હતી. એટલે કે અહીં મૂછનો પ્રશ્ન એટલો વધી ગયો છે કે કોંગ્રેસના કોઇ મોટા નેતા ભટિંડામાં ઘૂસી પણ ન શકે. આવી પરિસ્થિતિ પહેલા ન હતી. મોદીની રેલી પછી કદાચ નાના બાદલને મોટી રાહત મળી હશે. એટલા માટે પણ કારણ કે મોદી એવું કહી ગયા છે કે ભટિંડાને કોટન હબ તરીકે ડેવલપ કરવામાં આવશે. અહીં દોરા-કાપડના કારખાના લગાવી શકાય છે.
લુધિયાણામાં તો મોદીને બીજીવાર લાવવામાં આવ્યા. ફેબ્રુઆરીમાં જ મોદી અહીં આવ્યા હતા, એ વખતે તેઓ પંજાબ માટે વધુ કંઇ કહી શક્યા ન હતા પરંતુ આ વખતે લુધિયાણામાં મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ, ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવાની વાત કરી. અહીંથી અકાલી દળના મનપ્રીત અયાલીને કોંગ્રેસના રવનીત બિટ્ટ પડકારી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર તરીકે સિમરજીતસિંહે બેંસ પણ મેદાનમાં છે. ગત ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના મનીષ તિવારી જીત્યા હતા. અકાલીદળનો પ્રયાસ છે કે આ વખતે આ સીટ કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં આવે. જો કે તેના માટે બેંસ એક મોટો અવરોધ છે. પઠાણકોટમાં પણ મોદીની સભા હતી. આ શહેર ગુરદાસપુર સંસદીય મતવિસ્તાર હેઠળ આવે છે અને અહીંથી ભાજપના વિનોદ ખન્ના મેદાનમાં છે. મોદીની પાંચમાંથી એક રેલી હોશિયારપુરમાં યોજવામાં આવી. આ સીટ પણ કોંગ્રેસની પાસે હતી અને સંતોષ ચૌધરી કેન્દ્રમાં પ્રધાન હતા. તેમને ટિકિટ આપવામાં આવી નથી અને મોહિ‌ન્દરસિંહ કેપીને ભાજપના વિજય સાંપલાની સામે ઉતારવામાં આવ્યા છે. મોદીના આવવાથી અહીં પાર્ટીને પણ સંગઠિત થવું પડયું. સ્પષ્ટ છે કે સાંપલાને તેનો લાભ મળી શકે છે. સરવાળે મોદી મારફત અકાલી દળ-ભાજપ ગઠબંધન આ વખતે કોંગેસના કબજાવાળી ત્રણ સીટ આંચકી લેવા માગે છે. અકાલી નેતા દરેક નિષ્ફળતા માટે કેન્દ્રને જ દોષિત ઠરાવતા રહે છે. છેલ્લી ઘડીએ મોદીની આ પાંચ રેલીઓ બાદલના કાફલાને કેટલી હદે સફળતા અપાવશે તે ૧૬મી મે એ જાહેર થઇ જશે. પંજાબની કુલ ૧૩ સીટ માટે ૩૦મી એપ્રિલે મતદાન થશે.
લેખક પંજાબના સ્ટેટ એડિટર છે.