• Gujarati News
  • ભાઇ ભાભીએ હુમલો કરી યુવકનો પગ ભાંગી નાખ્યો

ભાઇ-ભાભીએ હુમલો કરી યુવકનો પગ ભાંગી નાખ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
રણુજા મંદિર સામે રહેતા જયંતી રૂડા જખાનિયા ((ઉ.વ.૩૨)) પર તેના ભાઇ રામજી અને ભાભી જસુએ પાઇપથી હુમલો કરી જયંતીનો પગ ભાંગી નાખ્યો હતો. ભાઇ-ભાભીએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. જયંતીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, મોટાભાઇ રામજીની પુત્રી ત્રણેક મહિ‌ના પૂર્વે ભાગી ગઇ હોય તેનું ધ્યાન રાખવાનું કહેતા હુમલો કર્યો હતો. સામાપક્ષે જયોત્સનાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પુત્રી ફળિયું વાળી રહી હતી ત્યારે જયંતીએ વાળવાની ના કહી હુમલો કર્યો હતો.