• Gujarati News
  • નેશનલ લેવલ ક્વોલિફાઇ થયા બાદ શું ?

નેશનલ લેવલ ક્વોલિફાઇ થયા બાદ શું ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ લેવલ ક્વોલિફાઇ થયા બાદ શું ?
માઇક્રોસોફ્ટ ઓફિસ સ્પેશિયાલિસ્ટ દ્વારા લેવાયેલી નેશનલ લેવલ કવોલિફાઇ એકઝામમાં અલગ અલગ ત્રણ વિષયોમાં આઠ- આઠ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી છે. જેમાં ઓછામાં ઓછા સમયમાં ૧૦૦૦ પ્રેક્ટિકલ પૂરા કરનાર ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવશે. ત્યારબાદ ત્રણ ત્રણ વિદ્યાર્થીઓની દિલ્હીના નોઇડા ખાતે આઇ.એચ.સી. ((ઇન્ડિયા હેબીટેડ સેન્ટર)) ખાતે પરીક્ષા લેવાશે અને તેમાં ટોપ‌ર્સ થનાર ત્રણેય ફેકલ્ટીના એક એક વિદ્યાર્થીઓને અમેરિકાના ડિઝનીલેન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે કવોલિફાઇ માટેની એકઝામ આપવા માટે કંપની દ્વારા લઇ જવામાં આવશે. જયાં વિશ્વભરમાંથી આવેલા કમ્પ્યુટરના માસ્ટર માઇન્ડ દિગ્ગજોની પરીક્ષા લેવાશે અને તેમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને કંપનીના ખર્ચે રહેવા અને ભણવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે તેમજ વિદ્યાર્થીનો અભ્યાસ ક્રમ પૂરો થયા બાદ જોબ ઓફર પણ કરવામાં આવે છે.