• Gujarati News
  • સપ્તાહમાં બે વાર સ્પેશિયલ ટ્રેન મુંબઈ અને ભગત કી કોઠી ((જોધપુર)) દોડશેૃચ્ ’

સપ્તાહમાં બે વાર સ્પેશિયલ ટ્રેન મુંબઈ અને ભગત કી કોઠી ((જોધપુર)) દોડશેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે વેસ્ટર્ન રેલવે સપ્તાહમાં બે વાર સ્પેશિયલ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ અને ભગત કી કોઠી ((જોધપુર)) વચ્ચે દોડાવશે. ટ્રેન નં. ૦૯૦પ૩ સપ્તાહના દરેક રવિવારે અને બુધવારે સવારે ૪.પ૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનેથી ઊપડશે અને તે જ દિવસે ભગત કી કોઠી ((જોધપુર)) રાત્રે ૨૩.૪પ કલાકે પહોંચશે. આ સેવા ૪ મે, ૨૦૧૪થી ૨૮ મે, ૨૦૧૪ સુધી ચાલુ રાખવામાં આવશે.વળતી દિશામાં ટ્રેન નં. ૦૯૦પ૪ સપ્તાહના દરેક સોમવારે અને ગુરુવારે સવારે પ કલાકે ભગત કી કોઠી ((જોધપુર))થી ઊપડશે અને તે જ દિવસે રાત્રે ૨૩.પપ કલાકે મુંબઈ પહોંચશે. આ સેવા પમી મે, ૨૦૧૪થી ૨૯ મે, ૨૦૧૪ સુધી ચાલુ રાખવામાં આવશે.
આ ટ્રેન બોરીવલી, બોઈસર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ઉંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, સિહોર, જવાઈબંધ, ફાલના, રાની, મારવાડ જંકશન, પાલી મારવાડ અને લૂની સ્ટેશનોએ ઊભી રહેશે.