• Gujarati News
  • એમસીએક્સના સટ્ટા પર દરોડો, એક શખ્સ ઝડપાયો

એમસીએક્સના સટ્ટા પર દરોડો, એક શખ્સ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
શહેર પોલીસે આલિશાન બંગ્લોઝમાં દરોડો પાડી સટ્ટો રમાડી રહેલા સોની શખ્સને દબોચી લઇ ૨૬૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રૈયા રોડ પરના આલિશાન બંગ્લોઝમાં રહેતો જીજ્ઞેશ દિનકરરાય સોની ઘરમાં એમસીએક્સનો સટ્ટો રમાડતો હોવાની હકીકત મળતા પીઆઇ જાડેજા, પીએસઆઇ હડિયા અને કિશનભાઇ સહિ‌તનો કાફલો ખાબક્યો હતો. પોલીસે સ્થળપરથી લેપટોપ, મોબાઇલ અને રાઉટર સહિ‌ત કુલ રૂા.૨૬૩૦૦નો મુદ્દામાલ કબજે કરી જીજ્ઞેશ સોનીની ધરપકડ કરી હતી. પોલીસને સ્થળપરથી એક ડાયરી મળી આવી હતી. જેમાં અનેક ટૂંકા નામ લખ્યા હતા. તે શખ્સો જીજ્ઞેશ સાથે સટ્ટો રમતા હોવાની પોલીસને શંકા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જીજ્ઞેશ સોની કેટલાક દિવસોથી પોતાના ઘરમાં જ સટ્ટો રમતો હતો અને બહારથી ગ્રાહકોનો મોબાઇલ પર સંપર્ક કરી સટ્ટો રમાડતો હતો. એમસીએક્સના સટ્ટામાં જીજ્ઞેશની સાથે અન્ય કેટલાક શખ્સોની સંડોવણીની પણ શંકા સેવાઇ રહી છે. તેમજ સોની શખ્સ કોની પાસે કપાત કરાવતો હતો તે મુદ્દો પણ તપાસનો વિષય છે.