• Gujarati News
  • ટ્રાવેલ્સના ૃચ્ ’ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

ટ્રાવેલ્સના ૃચ્/’ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
શહેરના એંસી ફૂટ રોડ પર આવેલા મોમાઇ ટ્રાવેલ્સના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની હકીકત મળતા ભકિતનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતા ગોડાઉનમાં ટાયર અને સીટો નીચે છુપાવેલી આઠ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ ત્રણ પાઉચ દારૂ પણ અલગથી મળ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી ટ્રાવેલ્સ સંચાલકના પુત્ર વાણિયાવાડીમાં રહેતા રામ નારણ બાલાસરા અને ટ્રાવેલ્સના કર્મચારી સહકાર સોસાયટીના કેયૂર શૈલેષ કક્કડની ધરપકડ કરી હતી. પોલીસે બંને શખ્સોની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.