• Gujarati News
  • કાંતા વિકાસ ગૃહ પાસે રિક્ષાની અડફેટે ઘવાયેલા પ્રૌઢનું મોત

કાંતા વિકાસ ગૃહ પાસે રિક્ષાની અડફેટે ઘવાયેલા પ્રૌઢનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
કાંતા વિકાસ ગૃહ નજીક દસ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું મોત નીપજ્યું હતું. લક્ષ્મીવાડીમાં રહેતા નરેન્દ્રભાઇ પ્રેમજીભાઇ અજાગિયા ગત તા.૧પના તેમના પત્ની લતાબેનને લ્યુનામાં બેસાડી ગુરુકુળ પાસે આવેલી લિજ્જત પાપડની ઓફિસે જવા નીકળ્યા હતા અને દંપતી કાંતા વિકાસ ગૃહ ચોકમાં પહોંચ્યુ હતું, ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી રિક્ષાએ લ્યુનાને ઠોકરે લીધું હતું. ઘવાયેલા નરેન્દ્રભાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ, સારવાર કારગત નીવડી નહોતી અને તેમનું મોત નીપજ્યું હતુ. પોલીસે સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.