• Gujarati News
  • ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઓછો ખર્ચ બતાવ્યો

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઓછો ખર્ચ બતાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
લોકસભાની ચૂંટણીમાં ઓછો ખર્ચ બતાવનાર ભાજપના ઉમેદવાર મોહનભાઇ કલ્યાણજીભાઇ કુંડારિયા અને કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયાને રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રે ત્રણ ત્રણ નોટિસ ફટકારી છે.
ભાજપના મોહનભાઇ કુંડારિયાએ તા. ૧૮/૪ સુધીમાં રૂા. ૭,૪૦,૮૦પનો ખર્ચ બતાવ્યો છે. આથી તેમને રૂા. ૧૨,૦૬,૪૨૬નો ઓછો ખર્ચ બતાવવાના મુદ્દે અલગ અલગ
ત્રણ નોટિસ ફટકારવામાં આવી છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયાએ રૂા. ૬,૮૧,૮૪૭નો ખર્ચ બતાવ્યો છે આથી તેમને રૂા. ૪૦,૮૪પનો ઓછો ખર્ચ બતાવવાના મુદ્દે અલગ અલગ ત્રણ નોટિસો આપી છે.