આ રીતે બની હતી ઘટના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ રીતે બની હતી ઘટના
ચંદ્રિકા અને મેહુલ લગ્ન કરવા ઇચ્છતા હોવાથી ચંદ્રિકાને સુરત ભગાડી જવાનો પ્લાન બનાવ્યો હતો.મેહુલે ચંદ્રિકાને આટકોટ આવીને પોતાના મિત્ર વિઠ્ઠલને મળવાનું કહ્યું હતું. વિઠ્ઠલ ચંદ્રિકાને સુરતની બસમાં બેસાડી દેશે તેવો પ્લાન કરવામાં આવ્યો હતો. નક્કી થયા મુજબ તા. ૯/૭/૦૯ ના સાંજે પાંચ વાગે ચંદ્રિકા ઘરેથી નીકળીને આટકોટ પહોંચીને પ્રેમી મેહુલના મિત્ર વિઠ્ઠલ સોમાજી કોળીને મળી હતી પરંતુ અંધારું થયું ત્યાં સુધી વિઠ્ઠલે તેને બસમાં બેસાડી નહતી. બાદમાં તેને નાસ્તો કરવાના બહાને પગપાળા જંગવડની સીમમાં પ્રવીણભાઇ ધોળકિયાના ખેતરમાં લઇ ગયો હતો અને તે તાબે થાય તો જ સુરત મૂકી જશે તેમ કહી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં ભાંડો ફૂટી જવાના ડરથી તેણે ચંદ્રિકાને માથામાં બેલાના ઘા મારીને પતાવી દીધી હતી અને તેની જ સાડીથી પગ બાંધીને લાશ કૂવામાં નાખીને ભાગી ગયો હતો.