• Gujarati News
  • ૨૪ એપ્રિલે લગ્ન મુહૂર્તોને લીધે મતદાન ઘટશે

૨૪ એપ્રિલે લગ્ન મુહૂર્તોને લીધે મતદાન ઘટશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
લોકસભાની ચૂંટણીમાં મતદાનની તારીખોમાંથી મુંબઈ, થાણે, રાયગઢ વગેરે ક્ષેત્રોની બેઠકો પર મતદાનની તારીખ ૨૪ એપ્રિલે લગ્નના મુહૂર્તો પણ હોવાથી ચૂંટણીના ઘોડે ચડેલા અને પરણવા માટે ઘોડે ચડેલા એમ બન્ને પ્રકારના થનગન ભૂષણ મુરતિયાઓની વિધિઓ એક જ દિવસે પાર પડશે. આ સંજોગોમાં ઘણા લોકો મતદાન ન કરે એવી શક્યતા જોતાં રાજકીય પક્ષો સામે મતદારોને મતદાન મથકો સુધી પહોંચાડવાનો પડકાર ઊભો છે.
લગ્ન સમારંભોમાં સહકુટુંબ જનારાઓના મત કેવી રીતે મેળવવા એ પ્રશ્ન રાજકીય પક્ષોના કાર્યકરોને સતાવે છે. તેઓ પરિચિતોને અત્યારથી જ એ દિવસે મતદાન ક્ર્યા બાદ લગ્નમાં જવાની અપીલ લોકોને કરી રહ્યા છે. પરંતુ ખૂણે ખાંચરેના સામાન્ય મતદારોને મતદાન કેન્દ્રો તરફ વાળવાની જહેમત તમામ રાજકારણીઓના વફાદારો, કાર્યકરોની ટુકડીઓએ ઉપાડવી પડશે.
જોકે મતદાન નહીં ભૂલવાની અપીલ કરતા એસએમએસ અને વોટસ એપ’ પર સંદેશા મોકલવાનો સિલસિલો શરૂ કરાયો છે.