• Gujarati News
  • ખાદ્યતેલમાં સ્થિરતા

ખાદ્યતેલમાં સ્થિરતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાદ્યતેલમાં સ્થિરતા
સૌરાષ્ટ્રમાં મર્યાદિત લેવાલી અને ધીમા કામકાજ વચ્ચે સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન સહિ‌તના તેલમાં એકંદરે ટકેલું વલણ જોવા મળ્યું હતું. સ્થાનિકમાં સિંગતેલમાં પ-૧૦ ટેન્કર અને કપાસિયા તેલમાં ૨પ-૩૦ ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.૭૩પ-૭૪૦, તેલિયા રૂ.૧૧પ૦-૧૧પ૧, નવા ટીન ૧પ કિલો રૂ.૧૩૨પ-૧૩૩૦ અને અમદાવાદ લેબલ ટીન રૂ.૧૩૩૦-૧૩૬૦ના ભાવે હતું. કપાસિયા વોશ રૂ.૬૨૭-૬૩૦, કપાસિયા ટીન રૂ.૧૧૨૦-૧૧૩૦, અમદાવાદ કપાસિયા નવા ટીન રૂ.૧૧૬૦-૧૨૦૦ અને પામોલિન રૂ.૧૦૪૦ની સપાટીએ જોવા મળ્યું હતું. રાજકોટ ખાતે રૂ.૬૭૦-૬૯૦ અને જામનગર ખાતે રૂ.૬પ૦-૭૦૦ના ભાવે મગફળીના વેપાર હતા.