• Gujarati News
  • મલેશિયન વિમાન ૪ કલાક અટવાયું

મલેશિયન વિમાન ૪ કલાક અટવાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . વોશિંગ્ટન
મલેશિયન એરલાઇન્સનું તૂટી પડેલું વિમાન તેની સાથે છેલ્લો સંપર્ક થયો તે પછી પણ ચાર કલાક સુધી ઊડતું હતું અને તે બાદ તેને અજાણ્યા સ્થળે દોરી જવામાં આવ્યું હોવાની શંકા યુએસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
યુએસના ઉડ્ડયન તપાસકારો અને નેશનલ સિક્યોરિટી અધિકારીઓએ બોઈંગ ૭૭૭ને તેના રોલ્સ રોયસ એન્જિનમાં આપમેળે મોકલી શકાય તેવા ડેટા મોકલ્યા હતા જેના ઉપરથી એવું બહાર આવ્યું છે કે પ્લેન કમસે કમ
... અનુસંધાન પાના નં.૮
પાંચ કલાક હવામાં ઊડયું હતું. આ સંશોધન સાથે જોડાયેલાં બે અજાણ્યા સૂત્રોએ આ માહિ‌તી આપી છે જ્યારે રોલ્સ રોયસનાં સૂત્રોએ આ સંશોધન અંગે માહિ‌તી આપવાનો ઇનકાર કરી દીધો હતો. રોલ્સ રોયસની સિંગાપોરસ્થિત કચેરીએ જણાવ્યું હતું કે અમે આ અંગે સતત ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને અમે મલેશિયન એરલાઇન્સને પૂરતો ટેકો આપીશું.
આનો મતલબ એ થયો કે કુઆલાલુમ્પુરથી બેઇિંજગ જવા નીકળેલું આ વિમાન તેની સાથે છેલ્લો સંપર્ક થયો તે પછી પણ ચારથી પાંચ કલાક સુધી હવામાં ઊડતું હતું.

ભારત તપાસ અભિયાન સર્ચ-લાઈટ’માં જોડાયું

@કન્ટ્રોલ રૂમ નૌકાદળનું મેરિટાઇમ ઓપરેશન સેન્ટર નવી દિલ્હી
@સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે બપોરે લીલી ઝંડી આપી. નૌકાદળ તપાસમાં લાગ્યું
@આંદામાન-નિકોબારની પાસે ૧૭ હજાર ચો. કિ. મિ.માં તપાસ શરૂ
@જરૂર પડયે ૩પ હજાર ચો. કિ. મિ. સુધી તપાસ કરવાની તૈયારી
@શોધક જહાજો આઈએનએસ સરયુ, આઈએનએસ કનક કલા બરુઆ અને આઈએનએસ કુંભીર કામે લાગ્યાં.
@૩ ટોહી વિમાન, ૨ ર્ડોનિ‌યર, ૧ પી૮આઈ એન્ટિસબમરિન વોરફેર પ્લેન પણ તપાસમાં સામેલ.


ચીનમાંથી કાટમાળ મળ્યો નથી
સત્તાધિશોએ વિમાનનો કાટમાળ શોધવા માટે અંદાજે ૯૦ હજાર ચો. કિમી.નો વિસ્તાર ખૂંદી નાખ્યો હોવા છતાં પણ તેનો કાટમાળ હાથ લાગ્યો નથી. તેમણે એવી આશંકા વ્યક્ત કરી છે કે વિમાનનું અપહરણ થયું હોવું જોઇએ અને સીઆઈએ દ્વારા પણ એ શક્યતાઓ નકારવામાં આવી નથી. વિમાનના સંપર્કો તૂટી જાય તે રીતે તેને અજાણ્યા સ્થળે લઈ જવાયું હોય તેમ બની શકે છે.