• Gujarati News
  • શિવસેના સાથે રહી, મનસે પણ મળી

શિવસેના સાથે રહી, મનસે પણ મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઓછામાં ઓછા ચાર - પાંચ ઉમેદવાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કારણે હારી ગયા હતા. પૂર્વમંત્રી રામ નાઇકને કોંગ્રેસના સંજય નિરૂપમે પાંચ હજાર મતે પરાજય આપ્યો હતો. તો મનસે ઉમેદવારને એક લાખ મત મળ્યા હતા. એક અન્ય બેઠક પર મનસે ઉમેદવારને ભાજપ ઉમેદવાર કરતાં વધુ મત મળ્યા હતા.ભાજપ માટે શિવસેના સાથે જોડાણ તોડવું સંભવ નથી. અને શિવસેના મનસે સાથે તાલમેલ બેસાડી શકે તેમ નથી. એવામાં નીતિન ગડકરી અને ગોપીનાથ મુંડેએ રાજ ઠાકરે સાથે ડીલ કર્યું. મનસે જો ભાજપ વિરુદ્ધ ના લડે તો ભાજપ તેને વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી ૨પ થી ૩૦ બેઠકો પર મદદ કરી શકે તેમ છે. પછી બાકી શું રહે. વાત બની ગઇ.