• Gujarati News
  • ચોરાઉ ઘરેણાં વેચવા નીકળેલી ત્રિપુટી જબ્બે: બે ચોરીના ભેદ ખુલ્યા

ચોરાઉ ઘરેણાં વેચવા નીકળેલી ત્રિપુટી જબ્બે: બે ચોરીના ભેદ ખુલ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .રાજકોટ
શહેર પોલીસની ક્રાઇમબ્રાંચના સ્ટાફે સોનીબજાર નજીક કોઠારિયાનાકા નજીકથી બાતમીના આધારે ગંજીવાડામાં રહેતા અશોક મનજીભાઇ સોલંકી,રણજીત ઉર્ફે રાણો મહેન્દ્રસિંહ ગોહેલ અને અજય ઉર્ફે અજો મીઠાભાઇ મેરની અટકાયત કરી હતી. અંગજડતી લેતા આરોપીઓ પાસેથી ૩૦ હજારની કિંમતની સોનાની બે વીંટી અને એક જોડી વેઢલા મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ ૪ માસ પહેલાં મવડી વિસ્તારમાં નવલનગર અને શિવધારા સોસાયટીમાં બે મકાનમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી તેમજ ચાંદીના ઘરેણાં નિતીન ગોંડલિયા નામના શખ્સને રૂા.૩૮ હજારમાં વેચી દીધાનું જણાવતા નીતિનની શોધખોળ ચાલુ છે.આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ ચોરીના ભેદ ઉકેલવાની સંભાવના પોલીસ સૂત્રોએ દર્શાવી છે.