• Gujarati News
  • ચૂંટણીથી અર્થતંત્રને ૬૦ હજાર કરોડ મળશે

ચૂંટણીથી અર્થતંત્રને ૬૦ હજાર કરોડ મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીથી અર્થતંત્રને ૬૦ હજાર કરોડ મળશે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના કારણે દેશની જીડીપીને ૬૦ હજાર કરોડનો ફાયદો પહોંચશે. બુધવારે એસોચેમના એક રિસર્ચમાં આ જાણકારી અપાઈ હતી. આ રાશિનું મૂલ્યાંકન ચૂંટણી પર સરકાર, ઉમેદવારો અને પાર્ટીઓ દ્વારા થનારા ખર્ચથી કરવામાં આવ્યું છે. કુલ ચૂંટણી ખર્ચનું અનુમાન ૧૨થી ૧પ હજાર કરોડ છે. દરેક સીટ પર ૨૦થી ૨પ કરોડ રૂપિયા ખર્ચ થઈ શકે છે.
સુષ્માના વિરોધમાં ઉતર્યુ ભાજપનું કર્ણાટક એકમ
બેંગલુરુ : સુષ્મા સ્વરાજના ઇન્કાર બાદ પણ ભાજપનું કર્ણાટક એકમ પોતાની જીદ પર અડગ છે. પ્રદેશ અધ્યક્ષ પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે બીએસઆર કોંગ્રેસના ભાજપમાં વિલયનો નિર્ણય જાહેર કરી દેવાયો છે. અમે કેન્દ્રીય નેતૃત્વને આ મુદ્દે સકારાત્મક નિર્ણયનો અનુરોધ કર્યો છે. રાજનાથસિંહ આ મુદ્દે અંતિમ નિર્ણય લેશે.
મોદી સમર્થકોને જવાબ આપવા સિબ્બલ ફેસબુક પર આવ્યાં
નવી દિલ્હી : કેન્દ્રીય કાયદા મંત્રી કપિલ સિબ્બલ સોશિયલ મીડિયા પર વિરોધીઓના દુષ્પ્રચાર’નો મુકાબલો કરશે. તેમણે કહ્યું કે,હું વધારેને વધારે લોકો સુધી પહોંચવા માગુ છું, જેથી પોતાના વિશે અને સરકારની કામગીરી અંગે લોકોને સાચી હકીકત જણાવી શકાય.’ સિબ્બલના ટ્વિટર પર પણ ૭પ હજાર જેટલા ફોલોઅ‌ર્સ છે.
ટ્રાન્સજેન્ડ‌ર્સનો અવાજ ઉઠાવશે સુરાજ પાર્ટી
પણજી : ચૂંટણી પહેલા ગોવા સુરાજ પાર્ટીએ પોતાની ચૂંટણી જાહેરાત પત્રમાં ટ્રાન્સજેન્ડરનો મુદ્દો ઉઠાવ્યો છે. પાર્ટીનો દાવો છે કે ગરીબી અને નજરઅંદાજના કારણે આ લોકો ભીખ માગવા અને વેશ્યાવૃત્તિ કરવા માટે મજબૂર થઈ ગયા છે. ૧૪ વર્ષ જૂની સુરાજ પાર્ટી ચાર વિધાનસભા ચૂંટણી લડી ચૂકી છે. તે પહેલી વખત લોકસભા ચૂંટણી લડી રહી છે.
દેવગૌડાને હરાવનારી કોંગ્રેસની તેજસ્વિની ભાજપમાં સામેલ
બેંગલુરુ : ૨૦૦૪માં પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાને હરાવનારી કોંગ્રેસની પૂર્વ સાંસદ તેજસ્વિની રમેશ ભાજપમાં સામેલ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, ભાજપે એક સમર્થ નેતા ((મોદી))ને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.