• Gujarati News
  • વિપ્ર દંપતીની ધોરાજીમાં ૃચ્ ’સ્મશાનયાત્રા નીકળી

વિપ્ર દંપતીની ધોરાજીમાં ૃચ્/’સ્મશાનયાત્રા નીકળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ધોરાજી
ધોરાજી ખાતે વીજકંપનીમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અશોકભાઇ મહેતા અને તેમના પત્ની હંસાબેનની ધારી ખાતે થયેલી હત્યા બાદ મંગળવારે રાત્રે આ દંપતીની સ્મશાનયાત્રા ધોરાજી ખાતે નીકળી હતી.મૃતક હંસાબેન ધોરાજી સુંદરકાંડ મંડળના સભ્ય હતા બન્નેના મૃતદેહો ધોરાજી લાવવામાં આવતા બ્રસમાજ દ્વારા આ દંપતીની સજોડે સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.
અશોકભાઇ મહેતા અને હંસાબેનની ધારી ખાતે નાણાંની ઉઘરાણી કરવા ગયા ત્યારે સગા માસિયાઇ ભાઇએ બન્નેની ઘાતકી હત્યા નિપજાવી હતી.
મૃતક દંપતીને બે દીકરી તથા એક દીકરો છે જેમાં એક દીકરીના લગ્ન થયા છે અને પુત્ર રાજકોટ ખાતે ભણે છે.મંગળવારે રાત્રિના નીકળેલી સ્મશાનયાત્રામાં બ્રસમાજના આગેવાનો, વીજકંપનીનો સ્ટાફ અને ધોરાજી રામચરિત માનસ સુંદરકાંડ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.