• Gujarati News
  • ગોંડલમાં રોંગ સાઈડમાં ચાલતી ૃચ્ ’એસટી બસે વૃધ્ધને કચડી નાખ્યા

ગોંડલમાં રોંગ સાઈડમાં ચાલતી ૃચ્/’એસટી બસે વૃધ્ધને કચડી નાખ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગોંડલ
ગોંડલમાં બુધવારે સવારે કોલેજ ચોકમાં ચાલીને જઈ રહેલા જમીન-મકાનની દલાલીનું કામ કરતા વૃધ્ધને રોંગ સાઈડમાં બસસ્ટેન્ડ તરફ જઈ રહેલ એસટી બસે અડફેટે લેતાં વૃધ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને ટોળાંએ બસ ઉપર પથ્થરમારો કરતા તાકીદે પોલીસ દોડી ગઈ હતી અને ટોળાંને વિખેરી નખાયું હતું.