• Gujarati News
  • નમો નમો’ કરવાનું કામ ૃચ્ ’સંઘનું નથી : મોહન ભાગવત

નમો-નમો’ કરવાનું કામ ૃચ્/’સંઘનું નથી : મોહન ભાગવત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : ભાજપ ભલે માત્ર નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને ચૂંટણી પ્રચાર અંગેની રણનીતિ ઘડી રહ્યું હોય પરંતુ આરએસએસે વર્તમાન ચૂંટણીઓમાં તેમના સ્વયંસેવકોને કોઇ વ્યક્તિ વિશેષથી પ્રભાવિત નહિ‌ થવાની શિખામણ આપી છે. બેંગ્લોરમાં એક સંબોધન દરમિયાન આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે,નમો આપણો મુદ્દો નથી...આપણું ધ્યાન મુદ્દાઓને દેશ સમક્ષ મુદ્દાઓ રજૂ કરવા પૂરતું કેન્દ્રિ‌ત હોવું જોઇએ. આપણે હંમેશાં એ મર્યાદા ધ્યાનમાં રાખવી જોઇએ કે આપણે કોઇ રાજકીય પક્ષ નથી. આ અંગે આરએસએસના પ્રવક્તા રામ માધવે મોહન ભાગવતના ભાષણ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેઓ માત્ર છેલ્લા દસ વર્ષના ગાળા દરમિયાન ખરાબ શાસનના કારણે દેશ જે ગંભીર જોખમોનો સામનો કરી રહ્યો છે તે અંગે જણાવ્યું હતું. ... અનુસંધાન પાના નં.૮

રામ માધવે જણાવ્યું હતું કે,સ્વયંસેવક માટે દુ:શાસનનો અંત લાવવો મહત્ત્વનો મુદ્દો છે, કોઇ એક વ્યક્તિ નહિ‌. સ્વયંસેવકે લોકો પાસે દેશ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તેની રજૂઆત કરવા જવાનું છે. રામ માધવ એક અહેવાલનો ખુલાસો કરી રહ્યાં હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે,આરએસએસનું કામ નમો,નમો મંત્રનો જાપ કરવાનું નથી. માધવે જણાવ્યું હતું કે,ભાગવતના આ નિવેદનનો ઇરાદો કોઇ નેતાને હાઇલાઇટ કરવાની ચૂંટણી રણનીતિને વખોડવાનો નહોતો.’
નમો ચા’ પછી હવે ભાજપે નમો ગુલાલ’ લોન્ચ કર્યું
લોકસભાની ચૂંટણી પહેલા આવી રહેલા હોળીના ઉત્સવનો ફાયદો ઉઠાવવા માટે હવે ભાજપે નમો ચા’ પછી નમો ગુલાલ’ કેમ્પેઇન લોન્ચ કર્યુ છે. ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો ફોટો ધરાવતાં ઓછામાં ઓછા પ૦,૦૦૦ જેટલા ગુલાલના પડીકાં હરિદ્વારમાં વહેંચવામાં આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીના ફોટા સિવાય આ પેકેટ પર દિલ્હી ભાજપના વડા હર્ષવર્ધનનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. આ અંગે દિલ્હી ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ આશિષ સૂદે જણાવ્યું હતું કે,વધુને વધુ લોકો સુધી પહોંચવા માટે નમો ગુલાલ લોન્ચ કરવામાં આવ્યો છે. આશિષ સૂદ નમો ચાય’ કેમ્પેઇનની પણ જવાબદારી સંભાળી રહ્યાં છે.