• Gujarati News
  • @નેતા બે પ્રકારના હોય છે, એક ગાંધીજી જેવા અને બીજા હિ‌ટલર જેવા : રાહુલ ગાંધી

@નેતા બે પ્રકારના હોય છે, એક ગાંધીજી જેવા અને બીજા હિ‌ટલર જેવા : રાહુલ ગાંધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
બાલાસિનોરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીઅ જાહેરસભામાં ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા વાક્બાણ છોડયા હતા. મને દેશનો ચોકીદાર બનાવો, ભ્રષ્ટાચાર જતો રહેશે’ તેવા નરેન્દ્ર મોદીના નિવેદન સામે રાહુલે કહ્યું હતું કે ખેડૂતોની જમીન ઝૂંટવીને ઉદ્યોગપતિઓને આપી દે એને ચોકીદાર નહીં, ચોર કહેવાય. તેમણે કહ્યું કે દેશને ચોકીદારની નહીં, પણ અધિકારની જરૂર છે. રાજ્યમાં ગરીબી, બેકારી અને કુપોષણની સમસ્યા હોવા છતાં માત્ર ૧૦ ઉદ્યોગપતિ માટે ગુજરાત ચમકે છે, તેવો કટાક્ષ પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષે કર્યો હતો. ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા અને સાબરકાંઠા મળી પાંચ લોકસભાના કેન્દ્રબિંદુ સમા બાલાસિનોરમાં રાહુલ ગાંધીની ... અનુસંધાન પાના નં. ૮મંગળવારે જાહેરસભા યોજાઈ હતી. કાળઝાળ ગરમીમાં બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થયેલી સભામાં સવા લાખથી વધુ લોકો રાહુલ ગાંધીને સાંભળવા આવ્યા હતા. સ્ટેજ પરથી લોકોનું અભિવાદન કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલે ભાજપ અને મુખ્યમંત્રીનું નામ ન બોલ્યા વિના નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો શરૂ કર્યા હતા. મને દેશનો ચોકીદાર બનાવો, ભ્રષ્ટાચાર ખતમ કરી દઈશ’ તેવા નરેન્દ્ર મોદીના નિવેદન સામે ચાબખા મારતાં રાહુલે કહ્યું હતું કે અંગ્રેજો પણ ચોકી કરવા આવ્યા હતા, અમે એમને ફેંકી દીધા હતા. ખેડૂતોની લાખો એકર જમીન ઝૂંટવીને ઉદ્યોગપતિઓને આપી દેનારનને ચોકીદાર નહીં, ચોર કહેવાય. દેશને ચોકીદારની જરૂર નથી. પ્રજાના પૈસે અમે માર્કેટિંગ નહીં કરીએ.
રાહુલે કહ્યું હતું કે ગુજરાતમાં બેકારી છે, ગરીબી છે, કુપોષણની સમસ્યા છે છતાં ગુજરાત ચમકે છે, પરંતુ આ ચમક માત્ર ૧૦-૧પ ઉદ્યોગપતિ માટે જ છે. દેશ બદલવો હોય તો ગરીબોને મધ્યમ વર્ગમાં લાવવા પડશે. કોંગ્રેસ મનરેગા યોજનામાં પાંચ કરોડ લોકોને રોજગાર આપે છે, અન્ન અધિકાર યોજના હેઠળ ૮૦ કરોડ લોકોને ભોજન આપે છે. આગામી દિવસોમાં વણકર, ચોકીદાર, ચા વેચતા લોકો જેવા ગરીબીરેખા અને મધ્યમ વર્ગ વચ્ચે રહેલા ૭૦ કરોડ લોકોને કોંગ્રેસ મધ્યમ વર્ગમાં સમાવી લેશે.
કોંગ્રેસની યોજનાઓ પોતાને નામે ચડાવી દેવાની ભાજપની નીતિ સામે રાહુલે કહ્યું હતું કે થોડાં વર્ષોમાં મનરેગા યોજના પણ અમારી હતી, તેમ ભાજપ કહેશે. કોંગ્રેસે કમ્પ્યુટરને મહત્ત્વ આપવાની વાત કરી ત્યારે ભાજપના બે નેતાએ વિરોધ કર્યો હતો. અને હવે આ જ નેતાઓ કમ્પ્યૂટર યુગ અમે લાવ્યા તેવો પ્રચાર કરી રહ્યા છે. એ લોકોમાં ક્રાંતિની વિચારધારા જ નથી, માત્ર ગુસ્સો છે જ્યારે અમારી પાસે પ્રેમ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, આણંદના સાંસદ ભરતસિંહ સોલંકીએ સભાને સંબોધી હતી.

હું ૭મા ધોરણમાં હતો ત્યારથી અમૂલનું પોસ્ટર જોતો હતો
ભાજપ વિકાસ મોડેલ તરીકે ગુજરાતનું નામ આગળ ધરે છે, પરંતુ હું ૭મા ધોરણમાં હતો ત્યારે દિલ્હીમાં અમૂલનું પોસ્ટર જોતો હતો. ગુજરાતની મહિ‌લાઓએ અમૂલની રચના કરી શ્વેતક્રાંતિ સર્જી છે, તેમ રાહુલે કહ્યું હતું.
ગુજરાતના ૩ મંત્રીને જેલ થઈ છે
કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું હતું કે ભાજપ ગાંધી-સરદારનાં મૂલ્યોની વાત કરે છે, પરંતુ ગુજરાતની ભાજપ સરકારના ૩ મંત્રીને જેલ થઈ છે. આરટીઆઇ કમિશનરની નિમણૂક કરાઈ નથી. લોકાયુક્તની પણ હમણાં જ નિયુક્તિ થઈ છે. મુખ્યમંત્રી ((યેદુરપ્પા)) જેલમાં હતા તો શા માટે તેમને પક્ષમાં લીધા? રેડ્ડીબંધુઓને કોણે હીરો બનાવ્યા? તેવા પ્રશ્નો કર્યા હતા.
નેતા બે પ્રકારના, એક ગાંધીજી જેવા, બીજા હિ‌ટલર જેવા
રાહુલે મુખ્યમંત્રીનું નામ બોલ્યા વિના જ કહ્યું હતું કે નેતા બે પ્રકારના હોય છે. એક નેતા ગાંધીજી જેવા હોય છે, જે લોકોની વચ્ચે રહે છે, લોકોની વાત સાંભળે છે. જ્યારે બીજા નેતા હિ‌ટલર જેવા હોય છે, જે લોકોને બોલવા જ નથી દેતા અને પોતે કહે તે જ સાચું તેવું માનતા હોય છે.


કેન્દ્રથી તો ઘણા નાણા આવે છે પણ અમારા સુધી પહોંચતા નથી
ખારાઘોડામાં અગરિયાઓએ રાહુલને કરી ફરિયાદ
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે બપોર બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા વિસ્તારમાં અગરિયાઓ સાથે ચૌપાલ યોજી અને પ્રશ્નોત્તરી કરી હતી. જેમાં અગરિયા સમુદાયના કેટલાક લોકોએ સણસણતી રીતે કહી દીધું હતું કે ઉપરથી તો ઘણા નાણા આવે છે પણ અમારા સુધી પહોંચતા નથી. મનરેગા યોજનામાં સાત વર્ષથી મજૂરી કરાવી છે પરંતુ નાણા હજુ ચૂકાવાયા નથી. તો અમારા પાસે નળિયું પણ નથી અને તળિયું પણ નથી એટલે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે આપકે પાસ છત ભી નહીં હૈ ઓર જમીન ભી. આ ઉપરાંત હિ‌ન્દુસ્તાન સોલ્ટને લગતી સમસ્યાઓ પણ રજૂ કરાઇ હતી. વધુમાં રસ્તા, પાણી, શિક્ષણ, રોજગાર જેવા મુદ્દાનો હલ લાવવા પણ માગણી મૂકી હતી.