• Gujarati News
  • પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાનો આપઘાત

પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાનો આપઘાત
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
ચુનારાવાડમાં રહેતા શબાનાબેન હનીફભાઇ ખોખરે ((ઉ.વ.૩૦)) પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શબાનાબેનના લગ્ન બાર વર્ષ પૂર્વે થયા હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કોઇ બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પતિએ તેના પિયરિયાંઓને બોલાવવાનું કહેતા તે બાબતનું માઠું લાગી આવ્યું હતું અને પરિણીતાએ વખ ઘોળી જીવનનો અંત આણી લીધો હતો. પરિણીતાના આપઘાતથી તેના ત્રણ સંતાનોએ માતાની હૂંફ ગુમાવી હતી. પરિણીતાના કૃત્યથી ખોખર પરિવાર આંસુના દરિયામાં ગરક થઇ ગયો હતો. જ્યારે પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.