• Gujarati News
  • નદીઓને જોડવાની યોજના માટે નદીઓને વેચવી પડશે?

નદીઓને જોડવાની યોજના માટે નદીઓને વેચવી પડશે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્વ ભારતમાં વહેતી ગંગા, બ્રહ્મપુત્રા અને મહાનદી જેવી વિરાટ નદીઓ ઉપર કુલ ૨પ૦ બંધો બાંધી તેનું પાણી પ‌શ્ચિ‌મ તરફ વહેતી નદીઓમાં ઠાલવવાની અને રાજસ્થાનના રણપ્રદેશ સુધી લઇ જવાની એક વિરાટ યોજના કેન્દ્ર સરકારના પ્રયત્નોથી આકાર લઇ રહી છે. આ યોજના પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ યોજના સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર પાસે મૂડી નહીં હોય તો તેણે ખાનગીકરણના બહાને દેશની તમામ મોટી નદીઓ વેચવા કાઢવી પડશે. વળી તેનાથી લાખો હેક્ટર જંગલનો નાશ પણ થશે. આ યોજનાનો ફાયદો સૌથી વધુ તો સિમેન્ટ અને સ્ટીલ ઉદ્યોગને, કોન્ટ્રાક્ટરોને અને રાજકારણીઓને થશે. તેનાથી કદાચ ઉદ્યોગોની પાણીની જરૂરિયાત સંતોષી શકાશે પણ ગરીબ પ્રજાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થઇ શકે, કારણ કે ગરીબ લોકો આ પાણીની કિંમત જ નહીં ચૂકવી શકે, એટલું મોંઘું આ પાણી હશે. સૌથી મોટું ભયસ્થાન એ છે કે આ યોજનાને કારણે બંગાળના ઉપસાગરમાં જતો મીઠા પાણીનો પ્રવાહ ઘટી જશે તો તેની અસર વરસાદના ચક્ર ઉપર થશે અને ભારતીય ઉપખંડમાં વરસાદનું ચક્ર ખોરવાઇ જશે.
ઇ. સ. ૨૦૦પના ઓગસ્ટમાં વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંઘની હાજરીમાં જ ઉત્તર પ્રદેશની સરકાર અને મધ્યપ્રદેશની સરકાર વચ્ચે એક કરાર ઉપર સહીસિક્કા થયા હતા, જેમાં કેન નદીનું વધારાનું’ પાણી બેટવા નદીમાં ટ્રાન્સફર કરવાની યોજના મંજૂર કરવામાં આવી હતી. આખા દેશની ૩૭ નદીઓને જોડવાની દિશામાં આ પ્રથમ પગલું હતું. નદીની આડે જો બંધ બાંધીને તેના પાણીને દરિયામાં જતું અટકાવવામાં આવે તો પાણીની સાથે કાંપ આવતો પણ બંધ થઇ જાય છે. તેને કારણે દરિયા દ્વારા જમીનના ધોવાણમાં પણ ઝડપી વધારો થાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગોદાવરી નદીની આડે બાંધવામાં આવેલા બંધો છે. આ બંધોને કારણે ગોદાવરી નદીના મુખપ્રદેશમાં આવેલો ૧૮ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર દરિયામાં ડૂબી ગયો છે. આ રીતે જો અન્ય નદીઓ ઉપર પણ બંધો બાંધવામાં આવશે તો દરિયાનું જમીન ઉપરનું આક્રમણ વધુ પ્રબળ બનશે તે નક્કી છે.
થોડા સમય અગાઉ બેંગલોર ખાતે આવેલી ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સીસ’ ખાતે દેશભરના અગ્રણી વિજ્ઞાનીઓની એક બેઠક મળી હતી, જેમાં દેશની નદીઓને જોડવાથી પર્યાવરણ ઉપર થનારી તેની સંભવિત અસરો બાબતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા, તેનું સંકલન કરન્ટ સાયન્સ’ મેગેઝિનના અંકમાં કરવામાં આવ્યું છે. આ લેખમાં જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં દર વર્ષે વરસાદનું ૪,૭૦૦ અબજ ઘનમીટર અને વિવિધ નદીઓનું ૩,૦૦૦ અબજ ઘનમીટર પાણી ઠલવાય છે. તેની સામે બંગાળના ઉપસાગરમાંથી બાષ્પીભવનના માધ્યમથી ૩,૬૦૦ અબજ ઘનમીટર પાણીની જ વરાળ થાય છે. આ રીતે બંગાળાના ઉપસાગરમાં જેટલા મીઠા પાણીનું બાષ્પીભવન થાય છે, તેનાથી ક્યાંય વધુ મીઠું પાણી તેને હિ‌માલયની નદીઓ દ્વારા અને વરસાદ દ્વારા પ્રાપ્ત થાય છે, જેને કારણે અરબી સમુદ્ર અને હિ‌ન્દી મહાસાગરની સરખામણીએ બંગાળાના ઉપસાગરમાં ખારાશનું પ્રમાણ બહુ ઓછું છે. હવે જો નદીઓને જોડવાની યોજના દ્વારા બંગાળાના ઉપસાગરમાં ઠલવાતી નદીઓનું પાણી પ‌શ્ચિ‌મ ભારતમાં લઇ જવામાં આવશે તો તેની અસર ભારતના વરસાદ ઉપર થશે, તેમ વિજ્ઞાનીઓ માને છે.
ચોમાસાના ચાર મહિ‌નામાં બંગાળાના ઉપસાગરમાં મીઠા પાણીની આવક ખૂબ વધી જાય છે. ઓક્ટોબર મહિ‌ના આસપાસ જ્યારે ચોમાસું પૂરું થાય ત્યારે આ પાણી ભારતની પ્રદક્ષિણા કરતું શ્રીલંકા થઇને અરબી સમુદ્રમાં પહોંચે છે અને ત્યાંના પાણીને પણ ઉષ્ણતા આપે છે. આ રીતે વરસાદ અગાઉના મહિ‌નાઓમાં અરબી સમુદ્રમાં પણ તાપમાન વધે છે. અરબી સમુદ્રમાં જે વરસાદના વાદળો પેદા થાય છે, તેમાં બંગાળના ઉપસાગરમાંથી આવતાં હૂંફાળા પાણીના પ્રવાહની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. ભારતમાં કુલ જેટલો વરસાદ પડે છે, તેના ૭૦ ટકા જેટલો વરસાદ નૈઋર્‍ત્યના પવનોને કારણે પડે છે. આ વરસાદનો મુખ્ય આધાર બંગાળાના ઉપસાગરમાં
પેદા થતું ઓછી ખારાશનું આવરણ છે. પૂર્વ ભારતની નદીઓનું પાણી જો પ‌શ્ચિ‌મ ભારતમાં લઇ જવામાં આવશે તો ભારતમાં વરસાદનું ચક્ર જ ખોરવાઇ જશે.
કેન્દ્ર સરકારે એક બાજુ નદીઓને જોડવાની યોજનાનો અમલ શરૂ કરી દીધો છે પણ બીજી બાજુ તેની પાસે આ યોજના બાબતની કોઇ જ આધારભૂત માહિ‌તી માગવામાં આવે તો તે મળતી નથી. આ યોજના મુજબ કુલ કેટલા બંધો બાંધવામાં આવશે ? તેનો ખર્ચ કેટલો હશે? આટલા રૂપિયા ક્યાંથી આવશે ? તેમાં કેટલી ખેતીની અને કેટલી જંગલની જમીન ડૂબમાં જશે? તેને કારણે કેટલાં વૃક્ષોનો સંહાર થશે ? કેટલા લોકો બેઘર બનશે ? તેમને ફરીથી ક્યાં વસાવવામાં આવશે ? તેની માટેની જમીન દેશમાં ક્યાં છે ? તેમાં કેટલું પાણી બંગાળાના ઉપસાગરમાંથી અન્યત્ર વાળવામાં આવશે? તેની સમુદ્રતટના પર્યાવરણ ઉપર શી અસર થશે ? આ યોજનામાં કોઇ વિદેશી સહાય લેવામાં આવશે કે કેમ ? લેવામાં આવશે તો તે કઇ શરતોએ લેવામાં આવશે ? શું કોઇ વિદેશી મલ્ટિનેશનલ કંપનીને બંધ બાંધવાના અને નહેરોના પાણીનું વિતરણ કરવાના અધિકારો આપવામાં આવશે ? તેને કારણે ગરીબોએ પાણીના પૈસા ચૂકવવા પડશે કે પાણી તેમને મફતમાં મળશે ? વિદેશી કંપનીઓ આપણા દેશની નદીઓનું પાણી આપણા જ દેશના લોકોને વેચીને તેમાંથી થતો નફો પોતાના દેશભેગો કરી શકશે ? આ યોજનામાં રાજકારણીઓને કેટલી કટકી મળશે ? આ કોઇ સવાલોના જવાબો મળતા નથી.
@ જ્ૂખ્#ૂન્.ત્ગ્ચ્ૂ@ૈૂૌખૈ્રૃોૂજ્રૂચ્ર્‍ચ્ગ્ણ્ઘ્.ેગ્ક્