• Gujarati News
  • સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક કાઉન્સેલિંગ

સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક કાઉન્સેલિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીક્ષા ઉપર તનાવ, ચિંતા અનુભવતા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપી શકાય તેવી વ્યવસ્થા સદ્દભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા મારુતિ પાર્ક, બિગ બજારની બાજુમાં ૧પ૦ ફૂટ િંરગરોડ પર ઓમ એન્જિનિયિંરગ ઇન્સ્ટિ‌ટયૂટ ખાતે ૨૪ કલાકનું કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ રૂબરૂ અથવા ફોન ((૯૨૭૪૪ ૬૦૧૨૬ તથા ૯૪૦૯પ ૬૨પ૮૬)) ઉપર સંપર્ક કરી શકે છે આ કાઉન્સેલિંગ સેન્ટરમાં યાદશક્તિ’ વિષયના પ્રણેતા તેમજ યાદશક્તિના રહસ્યો’ પુસ્તકના લેખક ડો. અમિત માણેક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. નોંધનીય છે કે, છેલ્લા ૧પ વર્ષ દરમિયાન હજારો વિદ્યાર્થીઓએ ડો. માણેકનું માર્ગદર્શન મેળવીને સફળતાના શિખરો સર કર્યા છે.