• Gujarati News
  • વિશ્વની સૌથી મોટી દાઢી

વિશ્વની સૌથી મોટી દાઢી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમૃતસરના સરવનસિંઘ વિશ્વની સૌથી મોટી દાઢી ધરાવે છે. ૨૦૧૧માં તેઓની દાઢીની લંબાઇ ૮ ફૂટ અને ૨.પ ઈંચની હતી. આ સમયે તેઓનું નામ ગિનિસ બુક ઓફ રેક‌ર્ડ‌માં નોંધાયું હતું અને તેઓને વિશ્વની સૌથી લાંબી દાઢી ધરાવનાર તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું હતું. સરવનસિંઘ અમૃતસરમાં જ આવેલા ગોલ્ડન હરિમંદિરમાં સેવા-પૂજા કરે છે. તેઓ હાલમાં ગુજરાતની મુલાકાતે છે. સોમવારે રાજકોટમાં રહેતા તેમના સ્નેહી હરિસિંઘને ત્યાં પધરામણી કરી હતી. દેશમાં શાંતિ સ્થપાય અને ધર્મનું ચુસ્તપણે પાલન થાય તે બાબતે પ્રચાર કરી રહ્યા છે. હાલમાં તેઓની દાઢીની લંબાઇ થોડી વધીને ૮ ફૂટ ૮ ઇંચ થઇ ગઇ છે. તેઓ કહે છે કે, શીખ સંપ્રદાયમાં દાઢી ક્યારેય કપાવાતી નથી અને વિશ્વની સૌથી મોટી દાઢી કુદરતની ભેટ છે. તસવીર : પ્રકાશ રાવરાણી