• Gujarati News
  • ક્રિસ્ટલ મોલના બાકીદારો૪૮ કલાકમાં ટેક્સ નહીંભરે તો મિલકત સીલ

ક્રિસ્ટલ મોલના બાકીદારો૪૮ કલાકમાં ટેક્સ નહીંભરે તો મિલકત સીલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિસ્ટલ મોલના બાકીદારો
૪૮ કલાકમાં ટેક્સ નહીં
ભરે તો મિલકત સીલ
ક્રિસ્ટલ મોલમાં ડી-મા‌ર્ટ, ક્રોમા સેન્ટર, બીગ સિનેમાનો તોતિંગ મિલકત વેરો બાકી છે. બાકીદારોએ આકારણી દર ઘટાડી આપવાની માગણી કરી છે. તેની સામે મનપાએ લેખિતમાં આ માગણી નામંજૂર હોવાનું જણાવવા છતાં હજુ સુધી વેરો ચૂકતે થયો નથી. અનેકવખત તાકીદ કરવા છતાં ટેક્સ ચૂકવવામાં ન આવતા તંત્રે ક્રિસ્ટલ મોલના આ બાકીદારોને ૪૮ કલાકની છેલ્લી મહેતલ આપી છે. આમ છતાં જો ટેક્સ ચૂકતે નહીં થાય તો મિલકત સીલ કરી દેવાનો નિર્ણય મનપાએ લીધો છે.