તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ખંભાળિયાની સગર્ભા પર ત્રાસ ગુજારાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયાની સગર્ભા પર ત્રાસ ગુજારાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ખંભાળિયા
ખંભાળિયામાં રહેતી મુસ્લિમ સગર્ભા યુવતિને તેણીના પતિ દ્વારા અસહ્ય જુલ્મ ગુજારવા સબબની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.અત્રે પઠાણપાડા વિસ્તારમાં રહેતી નજમાબેન હાજી અલી રૂંઝાના લગ્ન આશરે સાત વર્ષ પહેલા હાજી અલી રૂંઝા સાથે થયા બાદ પરિણીતાને પતિ દ્વારા અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપવામાં
આવતો હતો.
ફરિયાદી નજમાબેનના કુટુંબમાં તાજેતરમાં ન્યાઝનો પ્રસંગ હોય, આ સ્થળે તેણીના પતિ હાજી અલી રૂંઝાએ આવી, તું અમારા કુટુંબમાં કેમ જાય છે ? હું જતો નથી- વિગેરે વાતો કહી, હાલ સગર્ભા એવી નજમાબેનને ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો