તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચાની લારીવાળો શખ્સ ૃચ્ ’લોડેડ પિસ્તોલ સાથે પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાની લારીવાળો શખ્સ ૃચ્/’લોડેડ પિસ્તોલ સાથે પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .રાજકોટ
કાલાવડ રોડ ઉપર અમીન માર્ગ ઉપર રહેતા ભરવાડ શખ્સને પોલીસે હનુમાન મઢી ચોકમાંથી લોડેડ પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. જ્ઞાતિના જ શખ્સો સાથે ડખો ચાલતો હોવાથી પરપ્રાંતીય પાસેથી હથિયાર લીધાની કબૂલાત આપી હતી.
અમીન માર્ગ ઉપર હરિહર સોસાયટીમાં રહેતો દિનેશ ખેંગારભાઇ ((બાબુભાઇ))બોળિયા નામનો શખ્સ ગેરકાયદે શસ્ત્ર રાખતો હોવાની ગાંધીગ્રામ પોલીસને માહિ‌તી મળી હતી. જેના આધારે પીએસઆઇ જી.એમ.હડિયા, ધર્મેન્દ્રસિંહ રાણા, કુલદીપસિંહ અને શબીરભાઇએ વોચ ગોઠવીને આરોપીને હનુમાનમઢી ચોકમાંથી અકટાયતમાં લીધો હતો. અંગજડતી લેતા તેની પાસેથી એક કારતૂસ ચડાવેલી લોડેડ પિસ્તલો મળી આવી હતી.
આરોપી દિનેશ અમીન માર્ગ ઉપર ચાની લારી ધરાવે છે. તેણે એવી કબૂલાત આપી હતી કે તેના ઘર નજીક અગાઉ ભાડે રહેતો વિશુ બિહારી નામનો પરપ્રાંતીય શ્રમિક વતન ગયો ત્યારે પિસ્તોલ સાચવવા આપી ગયો હતો. ચાની લાર રાખવા પ્રશ્ને દોઢ માસથી ભરવાડ શખ્સો સાથે તકરાર ચાલતી હોવાથી તે સ્વબચાવતમાં પિસ્તોલ સાથે રાખતો હતો. ઉલ્લેખનીય છે કે ગાંધીગ્રામ પોલીસે બે દિવસ પહેલાં પણ માધાપર ચોકડી નજીકથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી. શહેરમાં પેટિયુ રળવા આવતા પરપ્રાંતીય શ્રમિકો પૈકી કેટલાક શ્રમિક ગેરકાયદે શસ્ત્રની હેરાફેરીના નેટવર્કમાં સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો