• Gujarati News
  • ધગશ દરેક કામને સરળ બનાવી દે છે

ધગશ દરેક કામને સરળ બનાવી દે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થમ કહાની : પુણેના રાઘવ કૃષ્ણન ((૧૧ )), ભરત ચવ્હાણ ((૧૨)) અને રૌહિ‌ત સાવંત ((૧૬)) ટૂંક સમયમાં જ લિમ્કા બૂક ઓફ રેકડ્‌ર્સમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. તેઓ શુક્રવારે શહેરની બાલકણ્યા સંસ્થામાં આવેલા સ્વિમિંગ પુલમાં સતત ૧૩ કલાક સુધી તરવાના છે. જેને માટે તેઓ છેલ્લા ઘણા મહિ‌નાથી સખત તાલીમ મેળવી રહ્યા છે. હજુ ગયા મંગળવારે જ તેમણે સતત આઠ કલાક સુધી તરવાની પ્રેક્ટિસ કરી હતી. આ ત્રણેય બાળકોની વિશેષતા એ છે કે તેઓ ઓટિઝ્મ નામની બીમારીથી પીડિત છે. આવાં બાળકોને ગુસ્સો ઘણો જ ઝડપથી આવે છે. તેમના અંદર અઢળક ઊર્જા‍ હોય છે. તેઓ ક્યારેક હાઈપર થઈ જતા હોય છે. મોટાભાગનાં માતા-પિતા આવા બાળકોને કાબૂમાં રાખવા દવાની મદદ લેતા હોય છે, પરંતુ આ ત્રણેયનાં માતા-પિતાએ સકારાત્મક દિશામાં વિચાર્યું અને બાળકોને પણ આ ગમ્યું.
બીજી કહાની : અમદાવાદના હિ‌દાયતુલ્લા સૈયદ મધ્યમવર્ગના પરિવારમાંથી આવે છે. તેના પિતા શિક્ષક હતા. કોલેજનો અભ્યાસ કર્યા બાદ તેણે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો નિર્ણય લીધો, પરંતુ તેને માટ ેતે કોચિંગ લઈ શક્યો નહીં, કેમ કે આર્થિ‌ક સ્થિતિ સારી ન હતી. આથી તેણે જે લોકો મદદ કરી શકે એમ હતા તેમનો સંપર્ક સાધ્યો, પરંતુ કોઈએ મદદ કરી નહીં. તે અત્યારે જીવન વીમા નિગમમાં પ્રોગ્રામર તરીકે કામ કરે છે, પરંતુ લોકોના અસહયોગને તે ભુલાવી શક્યો નહીં. આથી તેણે પોતાના જેવાં બાળકોની મદદ કરવાનો ન‌શ્ચિ‌ય કર્યો. ૨૦૦૬માં તેણે ૨૨ બાળકોને ભેગાં કરીને ગુજરાત પબ્લિક સર્વિ‌સ કમિશનની પરીક્ષા માટે તાલીમ આપવાની શરૂઆત કરી. કોચિંગ માટે એક રૂમ ભાડે રાખ્યો. પ્રથમ બેચમાં જ તેની પાસે કોચિંગ લીધેલાં ૧૮ બાળકોનું સિલેક્શન થઈ ગયું. આ સફળતાએ તેનો આત્મવિશ્વાસ વધારી દીધો. હવે તેણે એક સંસ્થાની સ્થાપના કરવાનું વિચાર્યું. ફરી તેણે લોકોની પાસે મદદ માગી, પરંતુ નિરાશા હાથ લાગી. આથી તેણે પોતાના કાકા શાહજીમિયાંને વાત કરી, જેઓ રાયખડની રાહ-એ-ખૈર ગલ્‌ર્સ હાયર સેકન્ડરી સ્કૂલના સંસ્થાપક હતી. તેમણે તેને સ્કૂલમાં બે રૂમનો ઉપયોગ કરવાની સગવડ કરી આપી. આ રીતે ૨૦૦૮માં સૈયદની સરોવર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. સૈયદ શિક્ષણની શક્તિને જાણતા હતા. તેણે ગરીબ બાળકોને મદદ કરવાની ઓફર કરી, પરંતુ સાથે જ તેમની પાસેથી વચન લીધું કે જ્યારે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થશે તો બીજાં બાળકોની મદદ કરશે. સરોવર એજ્યુકેશન સોસાયટીમાંથી અત્યાર સુધી ૪૦૦ બાળકો તાલીમ લઈ ચૂક્યાં છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ઊંચા હોદ્દા પર કામ કરી રહ્યાં છે. આ સફળ વિદ્યાર્થીઓમાંથી ઘણા અન્ય ગરીબ બાળકોનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. સોસાયટીની હવે ત્રણ શાખાઓ રાયખડ, કાલુપુર અને જુહાપુરામાં ખુલી ચૂકી છે. સાથે જ સોસાયટી તરફથી સમગ્ર રાજ્યમાં અવાર-નવાર કરિયર ગાઈડન્સ વર્કશોપનું પણ આયોજન કરાય છે.
ફંડા એ છે કે, જો તમારામાં કંઈ પ્રાપ્ત કરવાની ધગશ છે તો કોઈ પણ કામ મુશ્કેલ નથી. દરેક વસ્તુ તમારા માટે સરળ થઈ જશે.