તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાજકોટની રાત્રિ સફાઇમાં કોઇ કોન્ટ્રાક્ટરનેૃચ્ ’રસ નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટની રાત્રિ સફાઇમાં કોઇ કોન્ટ્રાક્ટરનેૃચ્/’રસ નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રાત્રિ સફાઇ માટે બબ્બે વખત ટેન્ડર પ્રસિધ્ધ થયા હોવા છતાં કોઇ કોન્ટ્રાક્ટર ન મળતા ત્રીજી વખત પ્રયત્ન કરવામાં આવ્યો છતાં કોઇ આગળ આવતું નથી.
શહેરને સ્વચ્છ રાખવા સફાઇ કામદારો દિવસે સફાઇ કરે તો ટ્રાફિક, લોકોને અગવડતા ન પડે તે માટે તંત્રે રાત્રિ સફાઇ માટે ટેન્ડર પ્રસિધ્ધ કર્યું છે પરંતુ, સફાઇ કોન્ટ્રાક્ટમાં કામદારોનું શોષણ સહિ‌તની બેફામ ગેરરીતિ ચાલતી હોવા છતાં સફાઇ વ્યવસ્થામાં કોન્ટ્રાક્ટ પ્રથા યથાવત્ રાખવા તંત્ર મક્કમ હોય તેમ રાત્રિ સફાઇના ટેન્ડર બબ્બે વખત પ્રસિધ્ધ કરવા છતાં તેમાં નિષ્ફળતા મળતા હવે ત્રીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
વધુ વિગત મુજબ કાલાવડ રોડ, રૈયારોડ, અમિન માર્ગ, યુનિ. રોડ, યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, જવાહર રોડ, જામનગર રોડ સહિ‌તના મુખ્ય ૩૭ માર્ગો પર રાત્રિ સફાઇ કરવા માટે ત્રીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. અગાઉ બે વખત પ્રયત્નો કરવા છતાં એક પણ ટેન્ડર ન આવ્યું. હવે, ત્રીજો પ્રયાસ કરાયો છે, છતાં કોઇ લેવાલ થતું ન હોવાનું જાણવા મળે છે. હાલ, રાત્રિ સફાઇ માટે મનપા લાખો રૂપિયાની મશીનરી લઇ રહી છે. તાજેતરમાં જ ૬૦ લાખથી વધુના ખર્ચે સ્વિપિંગ મશીન વસાવાયું છે. જે હાલ ઉપયોગમાં લેવાઇ
રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો