તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હેલ્થ ક્લેમ દરમિયાન આ બાબતોનું ધ્યાન આપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ ક્લેમ દરમિયાન આ બાબતોનું ધ્યાન આપો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાત જાણ્યું કે તમે એક સારી વીમા કંપની પાસેથી એક સારો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદ કરી લીધો હશે. પરંતુ શું આનાથી તમારો ઇન્સ્યોરન્સ ક્લેમ કવર થઇ શકે છે ખરો ? સ્વભાવિક રૂપથી નહીં. !.
પ્રી એક્ઝીસ્ટીંગ ક્લોઝ : પહેલાથી બીમારીના હેલ્થ ઇન્સ્યોરન્સમાં દરેક વખતે વીવાદો રહેલા હોય છે. એનું કારણ એ નથી કે પહેલા પ્રિ એક્ઝીસ્ટીંગ બીમારીઓ માટે કોઇ અલગ નિયમો ન હતા. પરંતુ, જુન ૨૦૦૮માં જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સીલે આની એક અલગ પરિભાષા નક્કી કરી છે. જેનાથી વીમા કંપની પ્રિ એક્ઝીસ્ટીંગ બીમારીઓ માટે પહેલા પોલિસિ લેવાની તારીખના ૪૮ મહિ‌ના વીતી ચૂક્યા હોય ત્યારે જ આપે છે. ત્યારે આવા સમયે માત્ર તમારે ચાર વર્ષ સુધી પોલિસી ચાલુ રાખવી પડે છે.
ક્લેઇમની પ્રક્રિયા : હેલ્થ પોલિસિ પર ક્લેઇમ સમય દરમિયાન વીમાધારકે એ પ્રક્રિયા અપનાવવી જોઇએ કે જે પોલિસિના ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ કરવામાં આવી હોય. આની પ્રક્રિયા અલગ-અલગ વીમા કંપનીઓમાં અલગ-અલગ હોય શકે છે. આમ છતાં નીચે મુજબ સામાન્ય બાબતોની જાણકારી નીચે મુજબ આપવામાં આવી છે.
૧)) વીમા કંપનીને તમારી તમામ જરૂરી જાણકારી પૂરી પાડો, અને તમારી બિમારીઓની પણ તમામ જાણકારી પણ આપવી જરૂરી છે.
૨)) ક્લેમ કરતા સમયે તમામ કાગળો પુરતી માત્રામાં કંપનીને પુરા પાડો. જેના આ ક્રમમાં રાખો , કવરિંગ લેટર, મૂળ ક્લેઇમ ફોર્મ અને પોલિસિની કોપી, સબંધિત ડોક્ટરની નોટ જેમાં બિમારી અને તેના દ્વારા થયેલા ઇલાજની તમામ નોંધ ઉપસ્થિત હોય, મેડિકલ દરમિયાન થયેલ દવાઓના વપરાશ મુદ્દે મૂળ પ્રિસ્ક્રિ‌પ્શન,બીલો અને રકમનો ઉલ્લેખ, ડોક્ટર અને મેડિકલ ટેસ્ટના બીલો, હોસ્પિટલનું બીલ, દવાઓનું બીલ અને અંતમાં ડિસ્ચાર્જ કા‌ર્ડ‌!
૩)) વીમા કંપનીમાં ક્લેઇમ દાખીલ કરવાની સાથે તેની લેખીતમાં નોંધ લો, વીમા કંપનીને આપવામાં આવેલી તમામ કોપીની તમારી પાસે એક નકલ અવશ્ય રાખો.
૪)) જો તમારી પાસે કેશલેસ પોલિસિ હોય તો થ‌ર્ડ‌ પાર્ટી એડમિનિસ્ટ્રેશન અને વીમા કંપનીના ટેલિફોન નંબર હંમેશા તમારી પાસે તૈયાર રાખો. કે જેનાથી તમો હોસ્પિટલમાં દાખલ થાય ત્યાર બાદ ૪૮ કલાક પહેલા અને ઇમરજન્સીમાં ૨૪ કલાક પહેલા આપવાની કોશીષ કરો.
પ))જ્યાં જરૂરીયાત હોય ત્યાં દર્દી અને ડોક્ટરના નામના સ્પેલિંગ યોગ્ય લખ્યા હોવા જોઇએ. આ તરીકા દ્વારા પ્રક્રિયા અપનાવવાથી તમે હેલ્થ પોલિસિ પર ક્લેઇમ લેવામાં આવનારી મુશ્કેલીમાંથી બચી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો