તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાયગઢમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં ૬નાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયગઢમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં ૬નાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં ૬ જણ બળીને ભડથું થયાં હતાં, જ્યારે ૨૦ જણ દાઝ્યા હતા, જેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રાયગઢ જિલ્લામાં અલીબાગ શહેરથી ૧૦ કિમી દૂર ભાયમાલા વિલેજ ફેક્ટરીમાં ગુરુવારે સાંજે ૪.૩૦ વાગ્યે આગ લાગ્યા પછી ફટાકડાના દારૂગોળાને લીધે આ વિસ્ફોટ થયો હતો.
આગ લાગ્યા પછી દોડી આવેલા અગ્નિ‌શમન દળ, પોલીસ જવાનો અને સ્થાનિકોએ મૃતદેહ બહાર કાઢયા હતા, જ્યારે ૨૦ જણને ઉગારી લેવાયા હતા, જેમને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મૃતકો મોટા ભાગના મજૂરો હતા પરંતુ તેમની ઓળખ સ્થાપિત થઈ શકી નહોતી. ઈજાગ્રસ્તોમાં એક સ્ત્રીની હાલત વધુ બગડવાને લીધે તેને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આગ ચોક્કસ કઈ રીતે લાગી તે વિશે તાત્કાલિક જાણી શકાયું નહોતું. મોડી રાત સુધી આગ બુઝવવાનું કામ ચાલી રહ્યું હતું. આગમાં વધુ લોકો ભડથું થયા હોવાની શંકા છે. આ સંબંધે પોલીસે ફેક્ટરીના મેનેજરને અટકમાં લીધો હતો અને તેની પૂછપરછ આદરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો