Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇડજમાં ફિક્સરે સંપર્ક સાધ્યો હતો : વિન્સેન્ટ
એજન્સી . વેલિંગ્ટન
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર લ્યુ વિસેન્ટે જણાવ્યું હતું કે એક સટ્ટેબાઝે બાંગ્લાદેશમાં તેને મેચ ફિક્સ કરવા માટે સંપર્ક સાધ્યો હતો. તેણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે તે દરમિયાન તેણે કોઇ પણ અધિકારીને આ અંગે જણાવ્યું નહોતું.
વિન્સેન્ટે વધુમાં જણાવ્યું હતું કે તેને આઇસીસીની ભ્રષ્ટાચારવિરોધી સમિતિની સંહિતાના ઉલ્લંઘન કરવાનો દોષિત ઠેરવવામાં આવ્યો હતો કારણ કે તેણે ગયા વર્ષે રમાયેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ વખતે આ ઘટનાની ફરિયાદ કરી નહોતી. આ અંગે વિન્સેન્ટે જણાવ્યું હતું કે મારી સામે મેચ ફિક્સિંગ અંગેના કોઇ આરોપ મળશે નહીં. હું બીપીએલની મેચમાં થયેલા ફિક્સિંગમાં સામેલ નહોતો. આ ઉપરાંત બુકી સાથે પણ કોઇ સંપર્ક સાધ્યો નહોતો.
અન્ય બુકીઓ સામે બાંગ્લાદેશમાં તપાસ ચાલી રહી છે. આ અંગે તપાસ સમિતિએ જણાવ્યું હતું કે ફિક્સિંગના મામલે ચાલી રહેલી તપાસ વિન્સેન્ટ અને અન્ય બે ખેલાડીઓ સામે એક અઠવાડિયામાં પૂરી થશે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ વ્હાઇટે જણાવ્યું હતું કે વિન્સેન્ટને કેટલી સજા મળશે તે અંગે હાલમાં કંઇ કહેવું ઉતાવળભર્યું ગણાશે. વ્હાઇટે વધુમાં જણાવ્યું હતું કે ફિક્સિંગ રોકવા માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ગંભીરતાથી પગલા લેશે.