તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચોટીલા હાઇવે પરથી ૬૦ બકરાં બચાવાયાંસફાઇ કામદારોના વારસદારોને નોકરી આપવાનો કાર્યક્રમરાજકોટ | મ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા હાઇવે પરથી ૬૦ બકરાં બચાવાયાંસફાઇ કામદારોના વારસદારોને નોકરી આપવાનો કાર્યક્રમરાજકોટ | મનપા દ્વારા અશક્ત સફાઇ કામદારોની સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણીનો સ્વીકાર કરી તેઓનું સન્માન અને તેઓના એક વારસદારને નોકરી આપતો કાર્યક્રમ ૨૮મી ફેબ્રુઆરીના સવારે ૧૦.૩૦ કલાકે અરવિંદભાઇ મણિયાર હોલ, જયુબિલી બાગ ખાતે યોજાશે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચોટીલા
ચોટીલાનાં નેશનલ હાઇવે પર આણંદપુર ચાર રસ્તા પાસે જીવદયાપ્રેમીઓએ વોચ ગોઠવી હતી. ત્યારે ટાટા ટેમ્પામાં કચકચાવીને ભરેલા ૬૦ બકરાને ઝડપી લેવાયા હતાં. આ ઉપરાંત એક દેવીપૂજક તથા બે મુસ્લિમ શખ્સોને ઝડપી પોલીસ હવાલે કર્યા હતાં. બકરાઓને સાયલા પાંજરાપોળ હવાલે કરવામાં આવ્યા હતાં.
ચોટીલા નેશનલ હાઇવે પરથી જીવદયા પ્રેમીઓએ ૬૦ બકરાને બચાવી લીધા હતાં. જેમાં બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આ આંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ ચોટીલાના જીવદયાપ્રેમીઓએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ત્યારે શહેરના આણંદપુર ચાર રસ્તા પાસેથી મહારાષ્ટ્ર પાસિંગની ટાટા ટેમ્પો નીકળી હતી. તેને અટકાવતા તેમાંથી ૬૦ બકરાઓ મળી આવ્યા હતાં. આ વાહનમાં અત્યંત ક્રૂરતાપૂર્વક નિર્દયતાથી ઠાંસોઠાંસ બકરાઓને ભરેલા જોનારને અરેરાટી છૂટી ગઇ હતી. ત્યારે જીવદયાપ્રેમીઓએ પ૬ બકરા સાયલા પાંજરાપોળને સોંપી દીધા હતા. પરંતુ ચાર બકરાઓનાં મોત થતા રોષની લાગણી ફેલાઇ હતી. જ્યારે આ અંગે ચોટીલાના મેવાસા ગામના દેવીપૂજક ભરત રવજી તથા સુરતના હયામુ ખલીલ કુરેશી તથા મુકદલ કાસીમ કાંટાવાલાને ઝડપી ચોટીલા પોલીસને હવાલે કર્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો