તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • યેનકેન પ્રકારે લોકોને સાણસામાં લઇ વ્યાજના વિષચક્રમાં ફસાવી સર્વસ્વ લૂંટી લે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યેનકેન પ્રકારે લોકોને સાણસામાં લઇ વ્યાજના વિષચક્રમાં ફસાવી સર્વસ્વ લૂંટી લે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેરના રણછોડનગરમાં મકવાણા બંધુ પર પાંચ શખ્સોએ હુમલો કરી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ઉપલાકાંઠા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ભોગ બનનાર અને હુમલાખોર બંને બળિયા જૂથ હોય આગામી દિવસોમાં વધુ લોહી વહેવાની દહેશત લોકોએ વ્યકત કરી છે. ઉપલાકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચોક્કસ જ્ઞાતિ-જૂથની શરૂ થયેલી ગેંગ વિસ્તારમાં હાહાકાર મચાવી રહી છે અને લોકોને યેનકેન પ્રકારે ફસાવી માલ-મિલકત લૂંટી લે છે. પાંચથી વધુ ગેંગ સક્રિય છે અને તેના આતંકથી વિસ્તારના લોકો ફફડી રહ્યા છે. ઉપલાકાંઠા વિસ્તારમાં ઇમિટેશન, ચાંદીના દાગીના બનાવવા સહિ‌તના ઉદ્યોગ જગમશહુર છે. શહેરના ટોપકક્ષાના શ્રીમંત પરિવારો પણ આ વિસ્તારમાં રહે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ચોક્કસ જ્ઞાતિ-જૂથના લોકોએ ઉપલાકાંઠા પર જાણે કબજો જમાવી દીધો છે. માથાભારે શખ્સો વ્યાજના ધંધામાં રચ્યા-પચ્યા છે અને જરૂરતમંદને નાણાં ર્ધીયા બાદ રકમ વસૂલવા તમામ હદ વળોટી નાખે છે. અગાઉ અનેક લોકોના નાણાંના મુદ્દે અપહરણ, હુમલો અને ગોંધી રાખવાના બનાવ બન્યા છે. એટલું જ નહીં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા અને લોકોને પોતાના દાબમાં રાખવા માટે આવા તત્ત્વો સમયાંતરે ભડાકા કરી ભયનું સામ્રાજય સર્જી દે છે. ઉપલાકાંઠા વિસ્તારમાં હાલમાં રહેલી સ્થિતિ ડામવામાં પોલીસ નિષ્ફળ નિવડશે અને પોલીસ આ બાબતને ગંભીરતાથી નહીં લે તો અનેક નિર્દોષ લોકો હિ‌જરત કરવા મજબૂર થશે તેવા નિર્દેષો મળી રહયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો