તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હૂંફ અને પ્રેમની ઝંખનામાં માસૂમ બાળકીએ ઘર છોડયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૂંફ અને પ્રેમની ઝંખનામાં માસૂમ બાળકીએ ઘર છોડયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલરામ કારિયા. રાજકોટ
માત્ર સાત વર્ષની એક માસૂમ બાળા આસપાસ ઘૂમતી આ સત્યકથા છે. તેમાં બીમાર માતાની મમતા છે, પ્રેમ અને હૂંફ ઝંખતી બાળાની વેદના છે. માત્ર સાત વર્ષની બાળાની અભૂતપૂર્વ બૌધ્ધિક પરિપક્વતા પણ આ કથામાં છે અને સાથે જ સાવ ત્રાહિ‌ત વ્યક્તિઓ તથા પોલીસે દાખવેલી અનુકંપા અને માનવતા પણ આ કથામાં છલકે છે.
વાત છે કોઠારિયા રોડ પર બ્રા?ણિયાપરામાં રહેતી સાત વર્ષની બાળકી લક્ષ્મીની. લક્ષ્મીના માતા મંજુબેન મૂળ કર્ણાટકના છે, ત્યાં એમણે કરેલા લગ્ન થકી લક્ષ્મીની ભેટ મળી. પણ, પછી વિધાતા રૂઠયા. મંજુબેને છૂટાછેડા લીધા. પોતાની માતા પાસે લક્ષ્મીને મૂકીને આવ્યા રાજકોટ. ત્યાં કરશનભાઇ નામના શ્રમિક સાથે આંખ મળી ગઇને બન્નેએ લગ્ન કરી લીધા. બન્નેનું જીવન સુખમય પસાર થતું હતું. પણ, પુત્રી વગર માતા મંજુબેનની મમતા રડતી હતી.
તેમણે લક્ષ્મીને રાજકોટ બોલાવી લીધી. પણ, એ દરમિયાન મંજુબેન બીમાર પડયા. નાનકડી લક્ષ્મી માથે માતાને સાચવવાની જવાબદારી આવી ગઇ. માસૂમ બાળકી તેની બીમાર માતની સેવામાં લાગી ગઇ. ઘર પાસેની શેરીમાં અન્ય બાળકો રમતા હોય ત્યારે ત્યાં જવાનું તેને મન થાય. પણ, તો પછી માતા પાસે કોણ રહે ? લક્ષ્મીની જિંદગી ઘરની ચાર દિવાલોમાં કેદ થવા લાગી. માસૂમ બાળકી જિંદગીની વાસ્તવિકતાને સમજી શકવા જેવી પરિપક્વ ન હતી. તેનું હૈયુ ઝંખતું હતું લાડકોડ, પ્રેમ અને હૂંફને. કર્ણાટકમાં નાની પાસે અત્યંત લાડકોડમાં ઉછરેલી લક્ષ્મીનો જીવ ગૂંગળાવા લાગ્યો અને એક દિવસ એ નાસી છૂટી. ખૂબ તપાસ બાદ તે સોમનાથમાંથી મળી આવી. લક્ષ્મીને છાતીએ લગાડીને માતા મંજુબેન ધ્રૂસકે ધ્રૂસકે રડયા. એ બનાવ બાદ મંજુબેન વધુ સાવચેત બન્યા. કરશનભાઇ કામે નીકળે એટલે ઘરના દરવાજા મંજુબેન અંદરથી તાળાં મારી દે.
આ બાજુ, લક્ષ્મી તેની માતાની ખૂબ સેવા-ચાકરી કરે. સમયસર દવા આપી દે. અશક્ત માતાની પથારી પાસે બેસી રહે. પણ, હસવા, રમવા, સહેલીઓ સાથે નાચવા કૂદવાની આ ઉંમરે સંજોગોવસાત મળી ગયેલી કેદ લક્ષ્મીને ગમતી નહોતી. એનો જીવ અકળાતો હતો. લક્ષ્મીને નાનીમાના લાડ-પ્યાર યાદ આવતા હતા. એના નાનકડા હૃદયમાં પ્રેમ અને હૂંફની ઝંખના હતી. એક દિવસ ફરી એણે નિર્ધાર કર્યો, હવે આ બંધ દરવાજાઓ વચ્ચે નથી રહેવું.’’
ગત ૧૬મી જાન્યુઆરીએ લક્ષ્મી લાપતા થઇ ગઇ. આકૂળ-વ્યાકૂળ બનેલી મમતામયી માતાએ તેને શોધવા આકાશ-પાતાળ એક કર્યા. પથ્થર ખેપ્લા દેવ પૂજ્યા. બાધા-આખડીઓ રાખી. પણ, લક્ષ્મીનો કાંઇ પતો નહોતો. માતા મંજુબેને નિરાશા-હતાશા, દુ:ખના સાગરમાં ડૂબી ગયા હતા. ત્યાં ગઇકાલે અચાનક પોલીસ લક્ષ્મીને લઇને આવી પહોંચી.
માતા અને લક્ષ્મી બન્નેના આંસુના બંધન છૂટી પડયા. માસૂમ લક્ષ્મી માતાની છાતીમાં છૂપાઇ ગઇ. માતા-પુત્રીના આ મિલનને નિહાળી
પોલીસ અને ઉપસ્થિત અન્ય સૌની આંખો પણ ભીંજાઇ ગઇ. એક અનન્ય ઘટનાનો સદ્દનસીબે સુખાંત આવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો