તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાંકાનેર નજીક ખેતરમાં ત્રણ મોરનાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકાનેર નજીક ખેતરમાં ત્રણ મોરનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વાંકાનેર
વાંકાનેર તાલુકાના જાંબુડિયા ગામમાં રહેતા સહદેવસિંહ બચુભા ઝાલા વાડીએ ગયા ત્યારે તેમની વાડીમાં ત્રણ જેટલા મોર બેભાન હાલતમાં પડેલા જોયા હતા. આથી તેઓએ વાંકાનેર વનવિભાગને પણ બનાવ અંગે જાણ કરી હતી. આથી ફોરેસ્ટર મકવાણા તેમજ તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને વાડી વિસ્તારમાં પડેલા ત્રણ નર મોર અને એક માદાને તુરંત વનવિભાગના દવાખાને લાવ્યા હતા જ્યાં ત્રણ મોરનાં મોત નીપજ્યા હોવાનું જણાયું હતું. જ્યારે માદા((ઢેલ))ને સમયસરની સારવાર મળી જતાં બચાવી લેવામાં આવી હતી. ત્રણેય મોરના પીએમ ત્યાં જ કરાતાં તમામને વાઇરલ ઇન્ફેક્શનથી મોત નીપજ્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. જોકે સચોટ કારણ જાણવા ત્રણેય મોરના વિસેરા લઇ વધુ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો