Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુરુવારે ભાવભેર રુક્મિણી વિવાહ ઉજવાશે
ગુરુવારે ભાવભેર રુક્મિણી વિવાહ ઉજવાશે
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
શ્રીમદ્દ ભાગવત કથામાં વ્યાસાસનેથી બોલતા કિશોરચંદ્ર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ જેનો હાથ પકડે તેને કોઇ તત્ત્વ મારી શકતું નથી અને કૃષ્ણ જેનો હાથ છોડે તેને કોઇ બચાવી શકતું નથી. જેમ સુંદરકાંડ રામાયણનું હૃદય છે તેમ શ્રીમદ્દ ભાગવત ગીતા મહાભારતનું હૃદય છે.
તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં ત્રણ દુ:ખ મુખ્ય છે. ગરીબી, ઘડપણ અને ભૂખ. આપણા દેશની ગુનાખોરીના મૂળમાં ભૂખ છે. રાજા પરિક્ષિતના હાથે જે પાપ થયું તે ભૂખના કારણે જ થયું હતું. પૂતના કૃષ્ણની બહેન નહોતી. મથુરાના રાજા કંસે લડાઇ કરી તેનું રાજ્ય ((આજનું આંધ્રપ્રદેશ)) જીતી લીધું. પૂતના તે સમયે મહારાણી હતી. રાજ્ય પરત મેળવવા પૂતનાએ કંસને રાખડી બાંધી ભાઇ બનાવ્યો હતો અને કંસના આદેશથી જ તે કૃષ્ણને મારવા પહોંચી હતી. જેને સંતાન નથી એવી સ્ત્રી પૂતના છે. પૂતના અવિધાનું પ્રતીક છે. અવિધા મરે નહીં ત્યાં સુધી કૃષ્ણ મળે નહીં.
ગુરુવારે સાંજે ૪ વાગ્યે કથામંડપમાં રુક્મિણી વિવાહ ઉજવાશે.