તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાગદ્વેષ રાખી અમારી પર હુમલો કરાયો છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાગદ્વેષ રાખી અમારી પર હુમલો કરાયો છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દલિત વિજય રાઠોડ, કોળી રામભાઇ સોલંકી અને આરટીઆઇ એક્ટીવીસ્ટ દલિત મહેશ મકવાણા અને કોળી રામભાઇ સોલંકીએ વેરાવળ હોસ્પિટલમાં પીએસઆઇ બોક્ષા સમક્ષ નિવેદનમાં જણાવ્યું છે કે, મનુભાઇ ડોડીયાનાં ઘરેથી હું અને મહેશ બાઇક પર ૧૨:૩૦ આસપાસ નિકળેલ ત્યારે પાણી ઝાંપા પાસે સાંસદનાં સમર્થકો ફટાકડા ફોડી રહ્યા હતા તેથી અમોને હેરાન કરશે તે માટે બાજુની સાઇડમાં નિકળવા જતાં અમારી પાછળ તલવાર, પાઇપ, બેઝબોલ ધોક્કા અને ચામડાનાં પટ્ટા લઇ પાછળ દોડેલ જેમાં સાંસદ દિનુ સોલંકીનાં ભાઇ અમરસિંહ બોધા એ મારી પાછળ મોટરસાયકલમાં બેસેલ મહેશભાઇને તલવાર મારી પછાડી દીધા હતા અને દિનુ બોધાનાં સાળા નાથા દુદા ઉર્ફે પ્રતાપ, નથુ ઓધડ વાળા, સુરેશ ડોડીયા, પ્રતાપ વાળા, દિલીપ મોરી સહિ‌તના લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. અમે આ બાબતે સીબીઆઇનાં અધિકારી મુકેશ શર્માને દિલ્હી ખાતે ૦૯૯૬૮૦૮૧૬૧૧ ઉપર જાણ પણ કરી છે. સાંસદને જામીન મળ્યા છે ત્યારે તેમના કુટુંબીજનોએ કરેલા હુમલાના આગામી દિવસોમાં ગંભીર પ્રત્યાઘાતો પડે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

વધુ વાંચો