તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રાઇવેટ ઇક્વિટી રોકાણમાંૃચ્ ’છ વર્ષનો સૌથી મોટો ઉછાળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાઇવેટ ઇક્વિટી રોકાણમાંૃચ્/’છ વર્ષનો સૌથી મોટો ઉછાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ, નવી દિલ્હી
ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ક્વા‌ર્ટર દરમ્યાન ભારતમાં પ્રાઇવેટ ઇક્વિટી ((પીઇ)) કંપનીઓએ કુલ ૭૬ સોદામાં ૨.૧૨ અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું જે છેલ્લા છ વર્ષમાં થયેલું સૌથી મોટું પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ છે. છ વર્ષમાં પહેલીવખત પ્રાઇવેટ ઇક્વિટી રોકાણે બે અબજ ડૉલરનો સિમાચિ પાર કર્યો હતો.
પ્રાઇસવૉટરકૂપર ((પીડબલ્યુસી))ના અહેવાલ મુજબ પ્રાઇવેટ ઇક્વિટીના કુલ રોકાણમાં આઇટી સેક્ટરનું રોકાણ સૌથી વધારે હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૩ના નાણાં વર્ષનો ચોથો ત્રિમાસિક ગાળો પીઇ ઇન્વેસ્ટમેન્ટ માટે રોમાંચક રહ્યો છે. ૨૦૦૭ના ચોથા ક્વા‌ર્ટર પછી પહેલીવખત પીઇ ઇન્વેસ્ટમેન્ટે બે અબજ ડૉલરનો આંકડો પાર કર્યો છે.ક્વા‌ર્ટર દીઠ થયેલા રોકાણમાં ૧૯ ટકાનો સીધો વધારો થયો હતો.
પ્રાઇસવૉટરકૂપર પ્રાઇવેટ ઇક્વિટીના લીડર સંજીવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે પીઇ સોદાઓમાં ઓચિંતા વધારા માટે કોઈ એક કારણ આપવું મુશ્કેલ છે પણ એક વાત તો તદ્દન સ્પષ્ટ છે કે ઇલેકશન આવી રહ્યા હોવાથી રોકાણકારો સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે.
પીડબલ્યુસી ટેકનોલોજીના લીડર સંજીવ લડ્ડાએ કહ્યું હતું કે અમેરિકાના માર્કેટમાં ઝડપથી રીકવરી આવી રહી છે અને આ સાથે ભારતની ઇ-કોમ‌ર્સ સ્પેસમાં પણ આકર્ષણમાં વધારો થયો છે. દેશના રિયલ્ટી સેક્ટરમાં ગત વર્ષે પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ૧૩ ટકા વધીને ચાર હજાર કરોડ રૂપિયા નોંધાયું છે. ભારતમાં ૨૦૧૩માં કુલ ૧૦.પ અબજ ડૉલર પીઇ ઇન્વેસ્ટમેન્ટ નોંધાયું હતું જેમાંથી ચાર હજાર કરોડ રૂપિયાનું રોકાણ રિયલ્ટી સેક્ટરમાં થયું હતું.


૨૦૧૨માં જ્યા રિયલ્ટી સેક્ટરમાં કુલ ૩૪ સોદા નોંધાયા હતા ગયા વર્ષે આ સંખ્યા વધીને ૪૦ થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો