તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મેડિકલ સ્ટો‌ર્સ અને એડવોકેટની ઓફિસમાંથી તસ્કરોનો હાથફેરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ સ્ટો‌ર્સ અને એડવોકેટની ઓફિસમાંથી તસ્કરોનો હાથફેરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ રાજકોટ
શહેરને ધમરોળતા તસ્કરોએ વધુ બે સ્થળે હાથફેરો કર્યો હતો. ધારેશ્વર મંદિર પાસે આવેલા મેડિકલ સ્ટો‌ર્સમાંથી ૩૩૩૦૦ અને સરદારનગરમાં આવેલી એડવોકેટની ઓફિસમાંથી ૧૦ હજારનો દલ્લો ઉઠાવી ગયા હતા.
ધારેશ્વર મંદિર પાસે આવેલો જાગૃતિ મેડિકલ સ્ટો‌ર્સ તસ્કરોની નજરે ચડી ગયો હતો. મેડિકલ સ્ટો‌ર્સની બાજુમાં આવેલા ખંડેર જેવા મકાનની અગાસીએથી દુકાનમાં લગાવાયેલું એસી દૂર કરી તસ્કરો અંદર ખાબક્યા હતા અને કાઉન્ટરમાંથી રોકડા રૂા.૩૦ હજાર, ઇન્વ‌ર્ટર અને પેનડ્રાઇવ સહિ‌ત કુલ રૂા.૩૩૩૦૦નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
મંગળવારે સવારે મેડિકલ સ્ટો‌ર્સના સંચાલક ૧પ૦ ફૂટ રિંગ રોડ પરના ચિત્રલેખા એપા‌ર્ટમેન્ટમાં રહેતા મયંકભાઇ કિશોરભાઇ રાયચુરા મેડિકલ સ્ટો‌ર્સે પહોંચ્યા હતા ત્યારે તસ્કરો કળા કરી ગયાની તેમને જાણ થઇ હતી. આ અંગે જાણ કરાતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી અને મયંકભાઇની ફરિયાદ પરથી રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.
ચોરીનો બીજો બનાવ સરદારનગરમાં બન્યો હતો. રઘુવીરપરામાં રહેતા અને સરદારનગરમાં ઓફિસ ધરાવતા એડવોકેટ નરેન્દ્રભાઇ ધીરજલાલ બુધ્ધદેવની ઓફિસની બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસ્યા હતા અને ઓફિસના ટેબલના ડ્રોઅરમાંથી રોકડા રૂા.૧૦ હજાર અને બે વાહનોની આરસી બુક તફડાવી ગયા હતા. આ અંગે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
દરમિયાન શહેરમાં વધુ બે સ્થળે તસ્કરો હાથફેરો કરી ગયાનો બનાવ પોલીસચોપડે નોંધાયો છે ત્યારે પોલીસ કામગીરી સામે અનેક સવાલો સર્જા‍યા છે. બીજી બાજુ તસ્કરોના રોજના આંટાફેરાના બનાવથી શહેરીજનોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો