તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ફાંસો ખાઇ પરિણીતાએ જિંદગી ટૂંકાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાંસો ખાઇ પરિણીતાએ જિંદગી ટૂંકાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાંસો ખાઇ પરિણીતાએ જિંદગી ટૂંકાવી
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
રાજકોટમાં કારખાનામાં રહેતી અને ઉત્તરપ્રદેશની વતની પરિણીતાને તેના પતિએ વતન જવાની ના પાડતાં જે મુદ્ે તેને લાગી આવતા પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.
શહેરની ભાગોળે પટેલ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાના રૂમમાં જ રહેતી તનુબેન ઉર્ફે ધનુબેન કાળુભાઇ અબાસી ((ઉ.વ.૩૦))એ મંગળવારે બપોરે પોતાના ઘરે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આ અંગેની જાણ થતાં પરિણીતાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશની વતની તનુબેનના લગ્ન આઠ વર્ષ પૂર્વે કાળુભાઇ સાથે થયા હતા અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. તનુબેનને વતન જવું હતું પરંતુ, પતિએ થોડા દિવસો બાદ જવાનું કહેતા તે બાબતનું માઠું લાગી આવતા પરિણીતાએ પગલું ભરી લીધું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો