• Gujarati News
  • એસ્સારને બાકી ટેક્સમાં રાહત નહીં

એસ્સારને બાકી ટેક્સમાં રાહત નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ.નવી દિલ્હી
એસ્સાર ઓઇલ લિમિટેડે ગુજરાત સરકારને બાકી વેચાણવેરાની રકમ ભરવા માટે વધુ મુદત આપવા માટે કરેલી અરજીને સુપ્રીમ કો‌ર્ટે ફગાવી દીધી છે.રાજ્ય સરકાર એસ્સારની રજૂઆત સાથે સહમત ના હોવાથી સુપ્રીમે આ નિર્ણય લીધો છે.ન્યાયમૂર્તિ‌ એ.કે.પટનાયક અને જે.એસ.ખેહરની બનેલી બન્ચે જણાવ્યું હતું કે સુપ્રીમ રાહત આપી શકત પરંતુ રાજ્ય સરકાર રાહત આપવા ઇચ્છતી નથી.
...અનુસંધાન પાના નં. ૯


એસ્સાર ઓઇલ લિમિટેડ વતી અદાલતમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સુનાવણીને ચાર સપ્તાહ સુધી મોકૂફ રાખવાની રજૂઆતને પણ અદાલતે ફગાવી દીધી હતી. રોહતગીએ અખબારી અહેવાલને ટાંકતાં રજૂઆત કરી હતી કે રાજસ્થાન સરકાર અન્ય તેલ કંપનીઓને જે રાહતો અને લાભો આપે છે તે લાભો એસ્સારને મળ્યા નથી. વેરાના જૂના લેણાં ભરપાઇ કરવાની ઘટના કંપની માટે આફત સર્જશે. રિફાઇનરીમાં ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ સેવા આપી રહ્યા છે.દેશની આ એકમાત્ર રિફાઇનરી છે કે જેને કોઇ સરકારી પ્રોત્સાહન કે લાભ મળતા નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બાકી લેણાની વસૂલાત માટે નવેસરથી સમયપત્રક આપવા પણ તેમની રજૂઆત નથી.
પરંતુ ગુજરાત સરકાર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તેલ કંપનીને વધુ કોઇ મુદત આપવામાં આવે તે માટે તેઓ સહમત નથી.
પોતે અન્ય રિફાઇનરીઝની જેમ કોઇ સરકારી પ્રોત્સાહન કે લાભો મેળ્યા નથી અને આર્થિ‌ક મંદીના દોરમાં કંપની નાણાકીય ખેંચ અનુભવી રહી હોવાથી ગુજરાત સરકારને વેચાણવેરાના બાકી લેણા ચૂકવવા વધુ મુદત આપવાની માગણી સાથે એસ્સાર ઓઇલ લિમિટેડે ૪ ઓક્ટોબરના રોજ સુપ્રીમમાં અરજી કરી હતી.
કેસની વિગત
એસ્સાર ઓઇલ કંપની જાન્યુઆરી ૨૦૧૨માં તેના રૂપિયા ૬,૧૬પ કરોડના રિબેટનો દાવો હારી ગઇ હતી.તે પછી કંપનીએ સપ્ટેમ્બર ૨૦૧૨માં રૂપિયા ૧૦૦૦ કરોડની ચુકવણી કરી હતી.સુપ્રીમ કો‌ર્ટે તે પછી કંપનીને જાન્યુઆરી ૨૦૧૨થી ૧૦ ટકા વ્યાજની ગણતરી સાથે બાકીની રૂપિયા પ૧૬પ કરોડ ચૂકવવા કહ્યું હતું. બાકી લેણાની ચુકવણી આઠ ત્રિમાસમાં ગુજરાત સરકારને કરવા આદેશ આપ્યા હતા.એસ્સારે રજૂઆત કરી છ ેકે તેણે રૂપિયા ૨,૯૪૧ના બાકી લેણાં અને રૂપિયા ૭પ૬ કરોડ વ્યાજની ચુકવણી કરી છે પરંતુ હવે ચોથો હપ્તો ચૂકવવાની સ્થિતિમાં નથી.